વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધશે

94

કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં એપ્રિલ મહિનાથી વધારો કરવાની દરખાસ્ત મુકી છે
નવી દિલ્હી, તા.૬
પરિવહન મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે કેન્દ્ર સરકાર વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધારવાની છે. આ વધારો નવા નાણાકીય વર્ષથી લાગુ થશે. ૧૦૦૦ ઝ્રઝ્રની કેપેસિટી ધરાવતી કાર માટે ૨૦૧૯-૨૦માં રૂ. ૨૦૭૨નો દર નક્કી કરવામાં આવ્યો હતો જેને હવે વધારીને રૂ. ૨૦૯૪ કરવામાં આવશે. સરકારે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં એપ્રિલથી વધારો કરવાની દરખાસ્ત મુકી છે. ભારતમાં વાહન વસાવવા અને તેને ચલાવવા દરેક રીતે મોંઘા પડવાના છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં જોરદાર ભાવવધારો આવવાની તૈયારીમાં છે ત્યારે સરકાર હવે વધુ એક ડામ આપવા જઈ રહી છે. સરકારે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં એપ્રિલથી વધારો કરવાની દરખાસ્ત મુકી છે. આ ઉપરાંત કેટલીક કાર ઉત્પાદક કંપનીઓ રો મટિરિયલના વધતા ભાવનું કારણ આપીને એપ્રિલથી વાહનોના ભાવ પણ વધારવાની છે. પરિવહન મંત્રાલયના નોટિફિકેશન પ્રમાણે કેન્દ્ર સરકાર વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વધારવાની છે. આ વધારો નવા નાણાકીય વર્ષથી લાગુ થશે. ૧૦૦૦ CC ની કેપેસિટી ધરાવતી કાર માટે ૨૦૧૯-૨૦માં રૂ. ૨૦૭૨નો દર નક્કી કરવામાં આવ્યો હતો જેને હવે વધારીને રૂ. ૨૦૯૪ કરવામાં આવશે.છેલ્લા બે વર્ષમાં વાહનોના વીમાનું પ્રીમિયમ પહેલી વખત વધારવામાં આવી રહ્યું છે. કોવિડ રોગચાળાના કારણે છેલ્લા બે વર્ષથી ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં વધારો અટકાવી દેવાયો હતો. સરકારે નવા જાહેર કરેલા ડ્રાફ્ટ પ્રમાણે ૧૫૦ CC થી વધારે પરંતુ ૩૫૦ CC થી ઓછી કેપેસિટીના હોય તેવા ટુ-વ્હીલર્સ માટે થર્ડ પાર્ટી પ્રીમિયમ રૂ. ૧૩૬૬ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. ૩૫૦ CC થી વધુ કેપેસિટીના બાઈક માટે રૂ. ૨૮૦૪ના પ્રીમિયમની દરખાસ્ત કરવામાં આવી છે. ૧૦૦૦ ઝ્રઝ્રથી વધુ પાવરફુલ કારની વાત કરીએ તો તેમાં ૧૦૦૦થી ૧૫૦૦ CCના વાહનો માટે પ્રીમિયમ વધારીને રૂ. ૩૪૧૬ કરવામાં આવશે જ્યારે ૧૫૦૦ CC થી વધારે પાવરફૂલ એન્જિન ધરાવતી કાર માટે પ્રીમિયમનો દર વધારીને રૂ. ૭૮૯૭ કરવાની દરખાસ્ત છે. કોમર્શિયલ વાહનો માટે પણ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સના દર વધવાના છે. પબ્લિક ગુડ્‌સનું વહન કરતા કોમર્શિયલ વાહનો માટે પ્રીમિયમના નવા દર રૂ. ૧૬,૦૪૯થી રૂ. ૪૪,૨૪૨ વચ્ચે રહેશે. આ પ્રીમિયમનો આધાર ગ્રોસ વ્હીકલ વેઈટ પર રહેશે. પ્રાઈવેટ ગુડ્‌સના વહન માટે ઉપયોગ કરાતા પ્રાઈવેટ કોમર્શિયલ વાહનો માટે પ્રીમિયમનો દર રૂ. ૮૫૧૦થી વધીને રૂ. ૨૫,૦૩૮ સુધી રહેશે તેમ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જણાવાયું છે. રશિયા યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલનો ભાવ ૧૧૦થી ૧૧૬ ડોલરની રેન્જમાં પહોંચ્યા પછી ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ૧૦ રૂપિયાથી વધારે ઉછાળો આવવાની શક્યતા છે. તેવામાં થર્ડ પાર્ટી પ્રીમિયમના દર પણ વધવાના હોવાથી મોંઘવારીનો ડામ આકરો બને તેવી શક્યતા છે.

Previous articleઅમૃતસર BSF કેમ્પમાં કોન્સ્ટેબલે કરેલું અંધાધૂંધ ફાયરિંગ ૫ જવાનોનાં મોત થયા
Next articleયુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે ઓપરેશન ગંગા મિશન