યુપીમાં યોગી સરકાર, પંજાબમાં આપનું ઝાડું ફરવાની શક્યતા

448

પાંચ રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન પૂરું થયું : મતગણતરી પૂરી થવા સાથે રજૂ થયેલા એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીની સંભાવના, મણિપુરમાં ફરી ભાજપની સરકાર
નવી દિલ્હી, તા.૭
યુપી, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડના એક્ઝિટ પોલ્સના આંકડા જાહેર થઈ ચૂક્યા છે. અલગ-અલગ સાત તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીથી ૦૭ માર્ચ સુધીમાં યોજાયેલી ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો હતો. અત્યારસુધી આવેલા એક્ઝિટ પોલ્સમાં પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. જ્યારે ગોવામાં આ વખતે પણ કોઈ એક પક્ષને બહુમત ના મળે તેવા સંકેત છે, અને રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી પણ બની શકે છે. યુપીની જો વાત કરવામાં આવે તો એક એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાનો અંદેશો વ્યક્ત કરાયો છે, જ્યારે ઉત્તરાખંડ માટે મોટાભાગના એક્ઝિટ પોલ્સ ભાજપની જીતનો દાવો કરી રહ્યા છે ઉત્તર પ્રદેશઃ ઉત્તરપ્રદેશ પર ન્યૂઝ એક્સ-પોલસ્ટાર્ટનો એક્ઝિટ પોલમાં ભાજપ- ૨૧૧-૨૨૫, સમાજવાદી- ૧૪૬-૧૬૦, બીએસપી- ૧૪-૨૪ને બેઠક મળવાની સંભાવના છે.ગોવા પર ઝી ન્યૂઝના એક્ઝિટ પોલમાં ગોવામાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૧૬, આમ આદમી પાર્ટીને ૨ અને અપક્ષોને ૭ બેઠકો મળશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. ઉત્તર પ્રદેશ સીએનએન ન્યૂઝ ૧૮ના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપની સરકાર બનશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. તેમાં જણાવાયું છે કે, ભાજપ યુપીની ૪૦૩ બેઠકોમાંથી ૨૪૦ બેઠકો પર વિજય મેળવી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી ૧૪૦, બીએસપી ૧૭ અને અપક્ષો ૬ બેઠક જીતી શકે છે.યુપી પર પી-માર્કનો એક્ઝિટ પોલ ભાજપ- ૨૪૦, એસપી- ૧૪૦, બીએસપી- ૧૭, કોંગ્રેસ- ૪ બેઠક મળવાનો અંદાજ છે. ઉત્તરપ્રદેશમાં હાલ ભાજપ સત્તા પર છે, જોકે ચૂંટણીના સંગ્રામમાં અખિલેશ યાદવની આગેવાનીમાં સમાજવાદી પાર્ટીએ પણ આકરી ટક્કર આપી છે. સમાજવાદી પાર્ટીએ નાના-નાના પક્ષો સાથે પણ ગઠબંધન કર્યું છે, અને કેટલીક બેઠકો પર ઉમેદવારો પણ નથી ઉભા રાખ્યા. હવે જોવાનું એ રહે છે કે તેની આ ગણતરી કેટલી સાચી પડે છે. પંજાબઃ ઈન્ડિયા ટીવી સીએનએસના એક્ઝિટ પોલ મુજબ પંજાબમાં કોંગ્રેસ બહુમતની નજીક દેખાઈ રહી છે. જોકે, અન્ય એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. ઈન્ડિયા ટીવી મુજબ આપને ૨૭-૩૭ બેઠકો મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસને ૪૯-૫૯ બેઠકો મળવાનો અંદાજ છે. ભાજપને ૨-૬ બેઠકો મળી શકે છે. અન્યને ૧-૩ બેઠકો મળવાનો અંદાજ છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી છે. અહીં આપને ૭૬-૮૦ બેઠક મળતી દેખાઈ રહી છે. કોંગ્રેસ અહીં સત્તામાંથી બહાર થતી જોવા મળી રહી છે. કોંગ્રેસને ૧૯-૩૧ બેઠકો મળતી દેખાઈ રહી છે. ભાજપને ૧-૪ , જ્યારે શિરોમણી દળને ૭-૧૧ બેઠકો મળવાનું અનુમાન છે. અન્યને ૦-૨ બેઠક મળી શકે છે. પંજાબમાં કુલ સાત એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીની જીતની શક્યતા વ્યક્ત કરાઈ છે. સરેરાશ પર નજર કરીએ તો, રાજ્યમાં આપને ૬૬, કોંગ્રેસને ૨૬, એસએડીને ૧૯, ભાજપને ૪ બેઠકો મળી શકે છે. ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં પણ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી નજરે પડી રહી છે. તેમાં આપને ૧૦૦, કોંગ્રેસને ૧૦, એસએડીને ૬ અને ભાજપને ૧ બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. પંજાબ અંગે જન કી બાત- ઈન્ડિયા ન્યૂઝનો એક્ઝિટ પોલમાં પણ આમ આદમી પાર્ટીની
(અનુસંધાન નીચેના પાને)

Previous articleરશિયા દ્વારા યુક્રેનના કેટલાક શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર
Next articleભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાના એંધાણ