સ્પોર્ટ્‌સ એન્કરે ક્રિકેટરો પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો

58

નવીદિલ્હી,તા.૧૧
ચકચકિત ક્રિકેટ જગત પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. એવા આક્ષેપો જે ક્રિકેટ જગતને ક્યાંકને ક્યાંક પ્રશ્નાર્થમાં મૂકશે. બોલીવુડ અભિનેત્રી અને સ્પોર્ટ્‌સ એન્કરિંગ માટે પ્રખ્યાત મંદિરા બેદીએ ૧૯ વર્ષ પછી હવે મોટો ખુલાસો કર્યો છે અને ક્રિકેટરો પર ખરાબ વર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મંદિરા બેદીનું નામ ૨૦૦૩ ક્રિકેટ વર્લ્‌ડ કપ બાદ ચર્ચામાં આવ્યું હતું. મંદિરા બેદીએ ૨૦૦૩ ના વર્લ્‌ડ કપમાં એન્કરિંગ કર્યું હતું અને મંદિરા બેદીએ પછી રમતમાં ગ્લેમર ઉમેર્યું હતું. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. મંદિરા બેદીએ એક શો દરમિયાન ઘણી મોટી વાતો કહી. અભિનેત્રીએ કહ્યું કે, ક્રિકેટરો તેને અપમાનિત કરતા હતા. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ક્રિકેટરોના આ વર્તનને કારણે તે ઘણી વખત ડરી જતી હતી. પરંતુ તે સમયે તે જે ચેનલ માટે કામ કરતી હતી તેણે અભિનેત્રીને ઘણો સપોર્ટ કર્યો હતો. મંદિરાએ ૨૦૦૩ અને ૨૦૦૭માં આઇસીસી ક્રિકેટ વર્લ્‌ડ કપ, ૨૦૦૪ અને ૨૦૦૬ માં ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન ૨ માટે એન્કરિંગ કર્યું છે. સ્પોર્ટ્‌સ એન્કરિંગ માટે પ્રખ્યાત મંદિરા બેદીએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ’ઘણા ક્રિકેટરો મારી સામે જોતા હતા. મારો આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો, પરંતુ બ્રોડકાસ્ટર્સે મને હિંમત આપી અને કહ્યું કે ૧૫૦-૨૦૦ મહિલાઓમાંથી તમારી પસંદગી કરવામાં આવી છે. તમે શ્રેષ્ઠ છો તમારા પર વિશ્વાસ રાખો. જો મંદિરાનું માનીએ તો ખેલાડીઓ અને સાથી પેનલના સભ્યો કદાચ એક મહિલાને સ્પોર્ટ્‌સ એન્કર તરીકે સ્વીકારવા સક્ષમ ન હતા. મંદિરાએ ટેલિવિઝન સિરિયલોમાં શાંતિ (૧૯૯૪) સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ઓરત, હેલો ફ્રેન્ડ્‌સ, દુશ્મન, જસ્સી જૈસી કોઈ નહીં, ’ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ અને મહાભારત જેવી ઘણી હિન્દી ટેલિવિઝન સીરિયલ્સમાં કામ કર્યું. આ ઉપરાંત તેણે ફેમ ગુરુકુલ, ડીલ ઓર નો ડીલ, ફિયર ફેક્ટર ઈન્ડિયા, જો જીતા વોહી સુપર સ્ટાર, ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી અને આઈ કેન ડુ ધેટ સહિતના ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. બેદીના પતિ રાજ કૌશલનું ગયા વર્ષે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તેઓ ૪૯ વર્ષના હતા. તેના લગ્ન ૧૯૯૯ માં રાજ સાથે થયા હતા. ૨૦૧૧ માં પુત્ર વીરને જન્મ આપ્યો અને વર્ષ ૨૦૨૦ માં ચાર વર્ષની પુત્રી તારાને દત્તક લીધી.

Previous articleરાકેશ બાપટ અને શમિતા શેટ્ટીના બ્રેકઅપની ઉડી અફવા
Next articleસ્માર્ટ મીરરને કરૂણ ગીતોનો અતિરેક થયો