સ્માર્ટ મીરરને કરૂણ ગીતોનો અતિરેક થયો

75

“રાજુ ચાટલો એટલે શું ?” મેં રાજુ રદીને પૂછયું.
“ ગિરધરભાઇ . ચાટલો એટલે ચોટલો?” રાજુએ પ્રતિ પ્રશ્ર કર્યો .
“ રાજુ ચાટલો એટલે અરીસો. તળપદી શબ્દ છે.” મેં રાજુને કહ્યું.
“ગિરધરભાઇ.અરીસાનો ઇતિહાસ રોચક અને રોમાંચક છે. મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા પ્રથમ અરીસાઓમાં સંભવત શ્યામ, હજુ પણ પાણી અથવા અમુક પ્રકારના પ્રાચીન જહાજમાં એકઠા થયેલા પાણીના પૂલ હતા. સારા અરીસા બનાવવા માટેની આવશ્યકતાઓ એ ખૂબ ફ્લેટનેસની સપાટી છે . પરંતુ ઉચ્ચ રીફ્લેક્ટીવીટી સાથે જરૂરી નથી અને સપાટીની રફનેસ પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઓછી હોય છે. પ્રારંભિક ઉત્પાદિત અરીસાઓ કુદરતી રીતે બનતા જ્વાળામુખીના કાચ જેવા ઓબ્સિડિયન જેવા પોલિશ્ડ પથ્થરના ટુકડાઓ હતા. એનાટોલીયા (આધુનિક તુર્કી) માં જોવા મળતા બિસ્ડીયન અરીસાનાં ઉદાહરણો પૂર્વે ૬૦૦૦ ની આસપાસનાં છે.
પોલિશ્ડ કોપરની અરીસાઓ ૪૦૦૦ બીસી પૂર્વે મેસોપોટેમીઆમાં અને પ્રાચીન ઇજિપ્તમાં આશરે ૩૦૦૦ બીસીથી ઘડવામાં આવી હતી. આશરે ૨૦૦૦ બીસી થી મધ્ય અને દક્ષિણ અમેરિકાના પોલિશ્ડ પથ્થરના છે. કાંસ્ય યુગ દ્વારા મોટાભાગની સંસ્કૃતિઓ કાંસા, તાંબુ, ચાંદી અથવા અન્ય ધાતુઓના પોલિશ્ડ ડિસ્કમાંથી બનાવેલા અરીસાઓનો ઉપયોગ કરતી હતી. ન્યુબિયાના કેર્માના લોકો અરીસાના નિર્માણમાં કુશળ હતા. તેમના કાસ્ય ભઠ્ઠાઓના અવશેષો કેરમાના મંદિરની અંદર મળી આવ્યા છે.
ચીનમાં, કાંસાના અરીસાઓનું નિર્માણ લગભગ ૨૦૦૦ બી.સી.ચટાંકવાની જરૂર છેૃ કિજિયા સંસ્કૃતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવતા કેટલાક પ્રારંભિક કાંસા અને તાંબાના ઉદાહરણો. ગ્રીકો-રોમન પ્રાચીનકાળ સુધી અને યુરોપના મધ્ય યુગમાં આવા ધાતુના અરીસાઓ સામાન્ય રહ્યા. રોમન સામ્રાજ્ય દરમિયાન દાસીઓ દ્વારા પણ ચાંદીના અરીસાઓનો વ્યાપક ઉપયોગ થતો હતો. સ્પેક્યુલમ મેટલ એ તાંબુ અને ટીનનું એક અત્યંત પ્રતિબિંબીત એલોય છે જેનો ઉપયોગ સદીઓ પહેલા ઘણા સમય સુધી અરીસાઓ માટે થતો હતો. આવા અરીસાઓનો ઉદ્દભવ ચીન અને ભારતમાં થયો હશે. સ્પેક્યુમ મેટલ અથવા કોઈપણ કિંમતી ધાતુની અરીસાઓનું ઉત્પાદન કરવું મુશ્કેલ હતું અને ફક્ત શ્રીમંતની માલિકીનું હતું. “ રાજુએ અરીસાનો ઇતિહાસ રજૂ કર્યો.
“ ગિરધરભાઇ અરીસા અને આપણી વચ્ચે સ્વમુગ્ધતા, આત્મરતિ, આત્મશ્ર્‌લાધા,? આત્મપ્રસંશાનો સંબંધ છે. સ્માર્ટ મોબાઇલ કાળ પૂર્વે સ્વમુગધ તસવીરો અપ્રાપ્ય ન હતી ત્યારે અરીસો તેની ખોટ પૂરતો હતો!! રૂપસામ્રાજ્ઞી કે અનુપમ રૂપસંદરી કલાકોના કલાકો અરીસા સમક્ષ ઉભી રહી કે બેસીને અફાટ રૂપરાશિના રૂપના અફીણનો અમલ ગટગટાવ્યે જતી હતી. અરીસો જેવું હોય તેવું પ્રતિબિંબ આપે છે.?
એટલે જ દર્પણ જૂઠના બોલે તેવા ગીતનો આવિર્ભાવ થયેલો. એક ગીતમાં ચહેરેપેં ધૂલ જમીથી ઓર આયના લૂંછવાની વાત કહીં છે. મીરર ઇમેજ હંમેશા ઉલ્ટી હોય છે!! આપણે ત્યાં આંધળાના શહેરમાં આયના વહેંચવાની વાત કહેવતરૂપે પ્રચલિત છે!!” રાજુએ અરીસાની વિલક્ષણતા વર્ણવી.
“ રાજુ . રાજકોટની કોલેજિયન કન્યાએ એવો સ્માર્ટ મીરરની શોધ કરી છે, જે વ્યકિતના મૂડને પારખીને ગીત વગાડે છે. તદુપરાંત વીજ ઉપકરણોને કંટ્રોલ કરે છે!!જેનું નામ ઓપ્ટીમાઇઝડ ઇન્ફોર્મેટીવ મીરર છે. જેની પેટન્ટ પણ મેળવાઇ છે.આ મીરર પર્સનલ આસિસ્ટન્ટ બની સમાચારો પણ સાંભળે છે અને અંધરા સવાલોનો જવાબ આપે છે!! જો કે, પત્નીના અધરા સવાલોના જવાબ આપી શકે કે કેમ તેની સ્પષ્ટતા નથી!!!” મેં રાજુને અવનવી શોધ વિશે માહિતી આપી.
કોઇ દિલીપકુમાર જેવો રોતલ અને ટ્રેજેડીકિંગ મીરર સામે ઉભો રહે એટલે ઉદાસ (સેડ સોંગ નહીં .પેનિક સોંગ કે ટ્રેજિક સોંગ, ગઝલોની ભરમાર ચાલે.જેમ કે ‘મુજકો દફનાકર કર વો વાપસ જાયેંગે, આખિર કે મોકે પર જશ્ન મનાયેંગે. ‘ કે ‘કયા હૂઆ તેરા વાદા વો કસમ વો ઇરાદા ભૂલેંગા દિલ જિસ દિન તુમ્હે વો દિન જીંદગીકા આખરી દિન હોંગા.’ કે ફિર વોહી શામ વોહી તન્હાઇ હૈ, દિલ કો સમજાને કો તેરી યાદ આઇ હૈ’કે ‘કોઇ હમદમ ના રહા કોઇ સહારા ના રહા’ કે ‘તેરી બેવફાઇ મુજે માર ડાલેંગી’કે ‘ તુજે ભૂલના તો ચાહી લેકિન ભૂલ ના પાયે’કે ‘ દિલ તોડ કે હસતી હૈ મેરા વફાએ મેરી યાદ કરેંગી’ આવા કેટલાય કરૂણ ગીતો મીરરે સંભળાવ્યા.પછી મીરરને થયું કે જીવનના નવ રંગ છે. એમાં કરૂણતાનો રસ ધૂંટયે રાખવાનો? મીરરને દાઝ ચડી કે મીરર તૂટી ગયો.
અને તેમાંથી આ ગીત સંભવતઃ છેલ્લું ગાન પ્રસર્યું.’ એક દિલ કે ટુકડે હજાર હુએ કોઇ ઉધર ગિરા કોઇ ઇધર ગિરા’
-ભરત વૈષ્ણવ

Previous articleસ્પોર્ટ્‌સ એન્કરે ક્રિકેટરો પર ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે