ભાવનગરમાં કેરોસીનમાં ૩ માસમાં લીટરે રૂા.૧૬નો વધારો

75

ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોમાં કાળો કકળાટ
મોંઘવારી કુદકે ને ભુસકે વધી રહી છે. હરએક ચીજવસ્તુના દર વધી રહ્યા છે ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગને ચુલો સળગાવવો પણ દિનપ્રતિદિન મોંઘો થઇ રહ્યો છે. કેરોસીનને કાળાબજાર થતા અટકાવવા સરકારે નિયંત્રણમાં રાખ્યું છે પરંતુ સરકાર તરફથી ભાવ વધારો પ્રતિમાસ થઇ રહ્યો છે જેના કારણે ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં જ કેરોસીનના દર પ્રતિ લીટર રૂા.૧૬ના વધારા સાથે રૂા.૬૫.૭૦એ પહોંચી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કોયલી અને ડેપોથી ભાવનગરને ફાળવેલ કેરોસીનના ભાવમાં ચાલુ મહિને તોતિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે તો છેલ્લા બે માસમાં પણ ભાવવધારો થયો હતો. ત્રણ માસના અંતે છુટક એક લીટર કેરોસીનની કિંમત સરેરાશ રૂા.૬૫.૭૦ થઇ ગઇ છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધના કારણે ક્રુડ-ઓઈલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે. હજુ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંકવાની હિલચાલ ચાલી રહી છે. તે પૂર્વે કેરોસીનમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. માર્ચ મહિનામાં પૂરવઠા તંત્ર દ્વારા કેરોસીનના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં એક લિટરના રૂા.૬૫.૭૦નો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બીપીએલ અને અત્યોદય મળી ૩૨,૧૯૮ કાર્ડ ધારકોને કેરોસીનની ફાળવણી પૂરવઠા તંત્ર દ્વારા કરવામાં આવે છે.
ક્યા તાલુકામાં કેટલો ભાવ?
મથક ભાવ
ભાવનગર ૬૫.૭૦
ગારિયાધાર ૬૫.૪૧
ઘોઘા ૬૫.૯૩
મહુવા ૬૬.૪૧
પાલિતાણા ૬૫.૭૭
સિહોર ૬૫.૫૦
તળાજા ૬૬.૨૯
ઉમરાળા ૬૫.૩૫
વલ્લભીપુર ૬૫.૨૦
જેસર ૬૬.૨૦

Previous articleપાલિતાણામાં છ ગાવ યાત્રા દરમિયાન માનવ દર્દી એબ્યુલન્સ તેમજ એનિમલ એબ્યુલન્સ સેવા કાર્યરત રહશે
Next articleભાવનગર બાર એસો., કિમિનલ બાર એસો.તથા એક્સીડન્ટ કલેઈમ્સ એસો.દ્વારા સન્માન અને અભિવાદન સમારંભ યોજાયો