પક્ષમાં વંશવાદને પ્રોત્સાહન નહીં અપાયઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

73

ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદની રાજનીતિ નહીં ચાલે, સાંસદોના સંતાનોને મોદીનાં કહેવા પર જ ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી
નવી દિલ્હી,તા.૧૫
પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, વિધાનસભા ચૂંટણીઓમાં જો કોઈ નેતાની ટિકિટ કપાઈ છે તો તે મારી જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ રીટા બહુગુણા જોશીએ પોતાના પુત્ર માટે લખનૌથી ટિકિટ માંગી હતી પણ પાર્ટીએ ટિકિટ આપી નહોતી.આ સિવાય ઉત્તરાખંડના પૂર્વ ભાજપના નેતા હરક સિંહ રાવતે પણ પોતાની પુત્રવધુ માટે ટિકિટ માંગી હતી. અને ભાજપે ટિકિટ નહીં આપતા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. પીએમ મોદીએ તો આ બેઠકમાં એમ પણ કહ્યુ હતુ કે, પાર્ટીમાં વશંવાદને પ્રોત્સાહન નહીં અપાય, ભાજપમાં પરિવારવાદની રાજનીતિ નહીં ચાલે.
સાંસદોના સંતાનોને મારા કહેવા પર ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી.

Previous articleવાહનોના રજિસ્ટ્રેશનની ફીમાં ૧ એપ્રિલથી આઠ ગણો વધારો
Next articleહિજાબ ઈસ્લામનો ભાગ નથી : કર્ણાટક હાઈકોર્ટ