ભાવનગર બે દિવસ યલો એલર્ટ : ઉનાળાના આરંભે જ ૩૯.૪ ડિગ્રી સાથે આકરો તાપ

163

આ વર્ષે ગોહિલવાડમાં ફાગણ માસે વૈશાખી શરૂઆત થઈ હોય તેમ સૂર્યનારાયણ આકરો તાપ વરસાવી રહ્યાં છે દર વર્ષે એપ્રિલના મધ્ય ભાગથી મેં મહિનાનાં અંતિમ પખવાડિયામાં નોંધાતુ સરેરાંશ તાપમાન માર્ચ માસમાં નોંધાતાં લોકો ગરમી-તાપથી અકળાઈ ઉઠ્‌યાં છે અને જાણે નજીકના દિવસોમાં કુદરત વધુ કોપાયમાન બને એવાં અણસાર સ્પષ્ટ પણે જોવા મળી રહ્યાં છે.
વૈશ્વિક ક્ષેત્રે જોવા મળતો જળ-વાયુ અંગેનો બદલાવ જીવસૃષ્ટિ માટે ક્યારેક રાહતરૂપ હોતો નથી છેલ્લા ૨૦ વર્ષમાં કુદરત રચિત વાતાવરણમાં માનવીઓએ કરેલ હદનેપાર હસ્તાક્ષેપને પગલે સમગ્ર વાતાવરણ અસંતૂલિત બન્યું છે જેને બેલેન્સ કરવામાં સૌથી મોટી ભૂમિકા અદા કરે છે વૃક્ષો પરંતુ માનવીઓએ સ્વના સ્વાર્થ ખાતર વૃક્ષોનું પણ નિંકંદન કાઢી રહ્યાં છે જેની ઘાતક અસરો હાલમાં પ્રત્યેક વ્યક્તિ અનુભવી રહી છે વર્ષો પહેલાં ભાવનગરમાં ભર ઉનાળે ૩૦ થી ૩૫ ડીગ્રી તાપમાન નોંધાતુ હતું પરંતુ આ તાપમાન હવે કોઈ પણ ઋતુ દરમ્યાન રહે છે અને ઉનાળામાં સરેરાંશ તાપમાન ૪૦ ડીગ્રીને પાર પહોંચી જાય છે ત્યારે ભાવનગરમાં રહેતા એક વેધર એનાલિસિસએ જણાવ્યું હતું કે હાલમાં જે તાપમાન હોવું-રહેવું જોઈએ એની તુલનાએ ૩ થી ૫ ડીગ્રી તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે જે ખરેખર ચિંતાનો વિષય ચોક્કસ ગણી શકાય ભાવનગર શહેર-જિલ્લો દરિયાકાંઠે વસેલો જિલ્લો છે આથી અહીં સમુદ્રની અસરોને પગલે તાપમાનનું પ્રમાણ સામાન્ય હોવું જોઈએ પરંતુ હાલમાં ભાવનગરની સ્થિતિ મેદાની પ્રદેશ જેવી બનેલી છે હાલમાં માર્ચ માસના પંદર દિવસ પસાર થઈ ગયાં છે આ સમય ઉનાળાની શરૂઆત ગણવામાં આવે છે અને આ સમયે ૩૦ થી ૩૫ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાવુ જોઈએ પરંતુ હાલ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રીને સ્પર્શવા જઈ રહ્યું છે વૈજ્ઞાનિક દષ્ટિકોણ મુજબ સૂર્યનો જે તાપ ધરતી સપાટી પર પડે છે અને જે તાપમાન સર્જાય છે તેની તુલનાએ સમુદ્રની સપાટી પર તાપમાન વધુ હોય છે આથી હદ કરતાં વધુ તાપમાનને પગલે સમુદ્રી પાણીનું બાષ્પીભવન વધુ થાય છે અને ચક્રવાત જેવી સ્થિતિનું નિર્માણ થાય છે મંગળવારે ચોવીસ કલાક પૂર્ણ થતાં ભાવનગર માં રાજ્યના અન્ય શહેરોની તુલનાએ સૌથી વધુ જાહેર થયું છે ૩૯.૪ મહત્તમ તાપમાન સાથે ભાવનગરમા સિઝનનો સૌથી વધુ ગરમ દિવસ બન્યો હતો. રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે હોળી-ધૂળેટીના પર્વ દરમ્યાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે પરંતુ પર્વ અગાઉથી જ તાપમાન વધતું જતું હોય આ બાબત અમંગળના એંધાણ ચોક્કસ ગણી શકાય.

Previous articleભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે હોળી-ધૂળેટી પર્વને લઈ રંગોત્સવ ઉજવાયો
Next articleશહેરના કરચલીયાપરા વિસ્તારમાં આધેડની હત્યા કરનાર હત્યારાને આજીવન કારાવાસ સાથે રૂપિયા ૫૦ હજારનો દંડ