કણબીવાડમાં વૃધ્ધ માણસનું થયેલ ખુન તથા લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ

659

ભાવનગર રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા ભાવનગર ઇન્ચાર્જ એસ.પી.એ.એમ.સૈયદ ના.પો.અઘિ. મુખ્ય મથક ભાવનગર તથા ભાવનગર ડિવઝન ના.પો.અઘિ. એમ. એચ ઠાકર ની સુચના અને માર્દર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એલ.સી.બી./એસ.ઓ.જી. સ્ટાફ તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. ડી.જી.પટેલ તથા તેમના સ્ટાફને ભાવનગર જીલ્લામાં બનેલ લુંટ/ખુન ના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા અને તેના આરોપીઓ ને પકડી લેવા સુચના કરેલ

ભાવનગર કણબીવાડ ઘજાગરા વાળી શેરીમાં ગઇ તા. ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ દિલિપભાઇ વિરજીભા પટેલ ઉવ.-૬૫ નું કોઇ અજાણ્યા ઇસમો હાથ પગમાં દોરી બાંઘી તિક્ષ્ણ હથીયારથી ગંભીર ઇજા કરી મોત નિપજાવી સોના ના દાગીના ત્થા રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૩૮,૦૦૦/- ની લુંટ કરી દિલીપભાઇ પટેલનું મોત નિપજાવી તે બાબતે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.ન. ૮૫/૨૦૧૯ ઇ.પી.કો. ૩૦૨,૩૯૭, ૪૬૦, વિગેરે મતલબનો ગુન્હો નોઘાયેલ,
જે ગુન્હો ડીટેકટ કરવા માટે જીલ્લાના તમામ શકદારોને ટેકલ કરવા માટે જુદી જુદી ટીમો બનાવેલ જે પૈકી એલ.સી.બી. ના હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. ચિંતનભાઇ મકવાણા તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા પાસે આ ગુન્હામાં શકદાર આરોપીઓ (૧) વિપુલભાઇ જેન્તીભાઇ ભાનક સોની રહે. કણબીવાડ ભાવનગર (ર) સુમીતભાઇ જયભાઇ નાંદડીયા રહે. રાજકોટ પોપટપરા વાળાઓ હોવાની અને તેઓ ગુન્હો કરી નાસી ગયેલ અને વડોદરા પલ હોટલમાં નોકરી કરતા હોવાની હકિકત મળતા જેથી ટેકનીકલ શાખા ના પો.કો. લાખાભાઇ મકવાણા તથા પ્રજ્ઞેશભાઇ પંડયાની મદદથી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. ડી.જી.પટેલ તથા તેમના સ્ટાફના માણસોને શકદાર આરોપીઓ દાહોદ,વડોદરા જીલ્લામાં હોવાની હકિકત મળેતા જે હકિકત આઘારે એલ.સી.બી. તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ રવાના કરવામાં આવેલ અને આરોપીઓ ની તપાસ શકદાર આરોપીઓ (૧) વિપુલભાઇ જેન્તીભાઇ ભાનક સોની રહે. કણબીવાડ ભાવનગર (ર) સુમીતભાઇ જયભાઇ નાંદડીયા રહે. રાજકોટ પોપટપરા વાળાને પકડી લાવી તેઓની આગવી ઢબથી પુછપરછ કરતા મજકુર બંન્ને આરોપીઓ એ ગુન્હો કર્યાનો એકરાર કરતા મજકુર બંન્ને આરોપીઓને ગુન્હામાં ઘોરણસર અટકાયત કરવામાં આવેલ છે.આમ ખુનનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણા આ કામગરીમાં જોડાયેલ.

Previous articleગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીએ તેમના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા
Next articleસુભાષનગર રોડ પર પંચવટી ચોક પાસે રહેણાકી મકાન માંથી ઈંગ્લિશ દારૂનો જથ્થો સાથે ત્રણ ઝડપાયો