ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીએ તેમના કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા

527

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘણીએ ભાવનગર ખાતે તેમના કાળાનાળા સ્થિત કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળ્યા હતા જેમાં ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પ્રશ્નો લોકોએ રજુ કર્યા હતા જેનું ગુજરાત પ્રદેશ અધ્યક્ષએ તાકીદે નિરાકરણ અંગે માર્ગદર્શન અને વિવિધ સ્તરે સૂચનાઓ આપી નિરાકરણ કર્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિની આ પરંપરા રહી છે કે લોકોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ શક્ય એટલી વહેલી ઝડપે આવે અને લોકોને પોતાના પ્રશ્નો મુક્ત મને રજૂ કરી શકે તે માટે પહેલે થી જાહેરાત કરી લોકપ્રતિનિધિ એક સ્થાન પર બેસે લોકો તેમના પ્રશ્નો/ રજુવાત શાંતિપૂર્ણ રીતે મુક્ત મને કરી શકે અને તેમના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવે અથવા શક્ય તેટલો ઝડપી હલ નીકળે તે માટે આજે મારા કાર્યાલય પર લોકો સાથે સીધા સંપર્ક માટે બેઠો હતો જેમાં શહેર અને જિલ્લાના અનેક પ્રશ્નોની લોકો દ્વાર રજુવાત કરાઈ હતી જે પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ અને આગળના પ્રશ્નો માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું જે શહેર અને જિલ્લામાંથી આજે રજુવાત દરમ્યાન મોટાભાગની રજુવાત પોતાના વિસ્તારના વિકાસ માટેની હતી જે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને લોકો પોતાના વિસ્તારોના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અપાર વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે તેમણે જણાવ્યું હતું કે અનેક વિકાસના કામો કર્યા છે અનેક વિકાસના કામો હાલમાં શરૂ છે છતાં આજના દિવસમાં લોકોના ધસારો દર્શાવે છે કે લોકો હજુ વધુ વિકાસ ઝંખે છે અને વધુ વિકાસની લોકોની શ્રદ્ધા અને અપેક્ષા પણ છે જેને સંતોષવાનો આજે ટીમ ભા.જ.પા.ને સાથે રાખી સહિયારો પ્રયાસ કર્યો હતો જેમાં મારી સાથે અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઇ બાંભણીયા, વરિષ્ટ અગેવાન અમોહભાઈ શાહ, મેયર મનહરભાઈ મોરી, ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશભાઈ પંડ્યા, શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ સહિતના આગેવાનો જોડાયા હતા અને ભા.જ.પા. દ્વારા લોકોના પ્રશ્નોનું સ્થળ પર અથવા ઝડપથી નિરાકરણ માટેના પ્રયાસો કરાયા હતા સરકાર કક્ષાના પ્રશ્નો માટે વિવિધ કક્ષાએ માર્ગદર્શન અને સૂચનાઓ આપી લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર્યું હતું.

Previous articleસ્ટીલ કાસ્ટ કંપનીની સામે આવેલ સામેના ખાંચામા જાહેર જગ્યામાં જુગાર રમતા દસ શકુનીઓ ઝડપાયા
Next articleકણબીવાડમાં વૃધ્ધ માણસનું થયેલ ખુન તથા લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર પોલીસ