રાજહંસ નેચર કલબ દ્વારા સતત ૧૦માં વર્ષે પણ વિનામુલ્યે ચકલીના કૃત્રિમ માળા અને પાણીના કુંડાનું વિતરણ

327

રાજહંસ નેચર કલબ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી ચકલી બચાવો અભિયાન હાથ ધરવામાં આવેલું જેમાં ચકલીના કૃત્રિમ માળા અને પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ વિશ્વ ચકલી દિવસે આપવામાં આવેલું જેમાં શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો માળા અને કુંડા લેવા માટે આવેલા ઘોઘા, ચોગઠ, તળાજા, સોનગઢ, સિહોર અને અધેલાઈ સુધીના વિસ્તારના લોકો પણ માળા લેવા માટે આવેલા. ૩૦૦૦ થી વધુ માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવેલું અને હજુ આવનારા દિવસોમાં આજુબાજુના તાલુકામાં આવેલા મંદિર, આશ્રમ અને શાળામાં સભ્યો જઈ માળા અને કુંડા લગાવશે. ક્લબના આ કાર્યને પ્રોત્સાહન આપવા ખાસ મેયર શ્રી કીર્તિબેન દાણી ધારિયા યુવાપાંખના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ ડાભી પણ ખાસ હાજરી આપી કલબના આ કાર્યને બિરદાવ્યું હતું.

Previous articleશહેરના હલુરીયા ચોકમાં બે યુવાનો પર છરી વડે હુમલો
Next articleલીમખેડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ