સત્યેન્દ્ર પ્રસાદ સિંહા (પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ )

65

સત્યેન્દ્ર પ્રસન્ના સિંહાનું જન્મ તારીખ ૨૪ માર્ચ ૧૮૬૩ ભારત ની બ્રિટિશ પ્રેસિડેન્સી બંગાળના રાયપુર થયો હતો સત્યેન્દ્ર પ્રસન્નો સિંહા મૂળનામ અટક સત્યેન્દ્ર પ્રસાદ સિંહા હતું સિન્હાનું પ્રાયમરી શિક્ષણ બીરભૂમ જીલ્લા સ્કૂલમાંથી મેળવ્યું હતું પછી ૧૮૭૮માં કલકત્તા યુનિવર્સિટી સંલગ્ન પ્રેસિડેન્સી કૉલેજ માં ઉચ્ચ અભ્યાસ સાથે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી . વધુ અભ્યાસ અર્થે ઈંગ્લેન્ડ ગયા ત્યાં તેમણે રોમન કાયદો, ન્યાયશાસ્ત્ર, બંધારણીય કાયદો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ કર્યો.૧૮૮૬ માં તેઓ બેરિસ્ટર બની કલકત્તા પાછા ફર્યા. સિંહાએ કલકત્તામાં વકીલાત શરૂ કરી. સફળ વકીલાત ના લીધે સિન્હા ભારત સરકારના સ્થાયી એડવોકેટ બન્યા, ૧૯૦૫માં બંગાળના એડવોકેટ-જનરલ તરીકે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય હતા, ૧૯૦૯માં વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પ્રવેશ કરનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા ૧૯૧૫ તેમને નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૫માં કોંગ્રેસના બોમ્બે અધિવેશનમાં સિંહાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ૧૯૧૭માં, સિન્હા સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન સેમ્યુઅલ મોન્ટાગુના મદદનીશ તરીકે કામ કરવા ઈંગ્લેન્ડ પરત ફર્યા. સત્યેન્દ્ર પ્રસન્ના સિન્હાએ “ભારતના બંધારણ” માં સુધારો કરવા માટે મોન્ટેગુ-ચેમ્સફોર્ડ ઠરાવોના આધારે “હાઉસ ઓફ લોર્ડ્‌સ” માં “ભારત સરકારનો કાયદો-૧૯૧૯” પસાર કરાવ્યો. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, બીકાનેરના મહારાજા ગંગા સિંહ સાથે ઇંપિરિયલ વોર કેબિનેટ અને કોન્ફરન્સના સભ્ય તરીકે પણ સેવા આપી હતી અને ૧૯૧૯માં યુરોપની શાંતિ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે જ વર્ષે, તેમને ભારતના સંસદીય રાજ્યના અન્ડર-સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.૧૯૧૯માં તેમની બેઠક પછી તેઓ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્‌સના પ્રથમ ભારતીય સભ્ય બન્યા. હાઉસ ઓફ લોર્ડ્‌સ દ્વારા ભારત સરકારનો૧૯૧૯ અધિનિયમ પસાર કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. તેઓ ૧૯૨૦ માં ભારત પાછા આવ્યા અને બિહાર અને ઓરિસ્સા પ્રાંતના પ્રથમ ગવર્નર તરીકે નિયુક્ત થયા. બ્રિટિશ શાસનમાં આ પદ સંભાળનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ગવર્નર તરીકેનો તેમનો કાર્યકાળ લાંબો સમય ચાલ્યો ન હતો કારણ કે તેમનું ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમણે ૧૧ મહિના સુધી આ પદ પર સેવા આપી હતી.૧૯૨૬ માં, સત્યેન્દ્ર પ્રસન્ના સિંહા ઇંગ્લેન્ડપરત ગયા અને લંડનમાં પ્રિવી કાઉન્સિલની ન્યાયિક સમિતિમાં જોડાયા. સત્યેન્દ્ર પ્રસનો સિંહાનું ૪ માર્ચ ૧૯૨૮ના રોજ બહરમપુરમાં અવસાન થયું હતું. સિંહાજી એવા વ્યક્તિ હતા કે જેઓ ભારતીય નાગરિકોમાં ખૂબ આદર ધરાવતા હતા અને બ્રિટિશ સરકારમાં પણ ઉચ્ચ હોદ્દા પર હતા.
– ડો.જીતેશ એ.સાંખટ

Previous article832 શિક્ષણલક્ષી વિડીઓના નિર્માત્રી વલભીપુરના ‘ગુરૂમાતા’નું રાજ્યકક્ષાએ સન્માન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે