આવતીકાલથી પ્રારંભ થતાં ભાદ્રપદ માસના શુકલ પક્ષના પખવાડિયાના દિવસોનું સંક્ષિપ્ત પંચાંગ- વિવરણ

632

આવતીકાલે તા. ૩૧-૮-૧૯ (સંવત ર૦૭પ શાકે -૧૯૪૧ જૈન સંવત્‌ – રપ૪પ – શરદ ઋતુ) થી આરંભ થતો ભાદ્રપદ માસનો શુકલ પક્ષ તા. ૧૪-૯-૧૯ના રોજ પુર્ણ થશે.

દિન વિષેતાની દ્રષ્ટિએ તા. ૩૧ પુર્વાફાલ્ગુની – સુર્ય (વાહન – અશ્વ સ્ત્રી.સ્ત્રી. સૂ. સૂ.) મૌનવ્રત – આરંભ તા. ૧ તૃતિય ક્ષયતિથિ, સામ શ્રાવણી કેવડા ત્રીજ- મુસ્લિમ મોહરમ (૧) હિજરી સને – ૧૪૪૧ પ્રારંભ – તા. ર ગણેશ ચતુર્થી – જૈન સંવત્સરી (ચતુર્થી પક્ષ પ્રમાણે) તા. ૩ ઋષિ પંચમી – જૈન સંવત્સરી (પંચમ પક્ષ પ્રમાણે) તા. ૪ સુર્યષષ્ઠી તા. ૦પ ગૌરી આવાહન તા. ૦૬ ગૌરપુજન- દુર્ગાષ્ટમી – તા. ૦૭ ગૌરી વિસર્જન સ્વામિનારાયણ સંપ્રદાય મુજબ શ્રી હરિજયંતિ તા. ૮ ભાગવત સપ્તાહ પ્રારંભ  તા. ૦૯ એકાદશી તા. ૧૦ વામન – જયંતિ – મુસ્લિમ  મોહરમ તાજીયા તા. શ્રાવણ ઉપવાસ તા. ૧૧ થી રૂ ઓનમ (કેરાલા) તા. ૧ર ચતુર્દશી વૃધ્ધિતિથિ – અનંત ચતુર્દશી – પંચક તા. ૧૩ વ્રતની પુનમ – ઉત્તરાફાલ્ગુની સુર્ય (વાહન મોર – સ્ત્રી.પુ.સુ.સુ.) તથા તા. ૧૪ના રોજ અંબાજી મેળો – ભાગવત સપ્તાહ સમાપ્તિ – આજથી મહાલય શ્રધ્ધા આરંભ – આજે પ્રતિપદાનું શ્રાધ્ધ – પંચક છે.

આ પક્ષમાં વિંછુડો તા. ૦૪(ક. રર મિ. ૧૭)થી તા. ૬ (ક. ર૮ મિ. પ૯) સુધી રહેશે. જયારે પંચક તા. ૧૧ (ક .ર૭ મિ. ર૯)થી તા. ૧૬-૯-૧૯ (ક.ર૮ મિ. રર) સુધી રહેશે. તા. ૭-૮ તથા ૯ના રોજ, જયેષ્ઠા તથા મુળ નક્ષત્રનો દોષ હોવાથી તેમાં જો જન્મ થયો હોય તો તેના દોષનું નિવારણ કરવું અતિ આવશ્યક છે. (ન સમજાય તો ફોન કરીને માર્ગદર્શન મેળવીને ખાસ યોગ્ય નિવારણ કરવું.)

હાલ ચાતુર્માસ ચાલતા હોવાથી  લીન-.પનયન-જનોઈ- વાસ્તુપુજન – કળમ સ્થાપન કે ખાત માટેના કોઈપણ શુભ મુર્હુત આવતો નથી હવે દિવાળી પછી છેક ર૦- નવેમ્બર પછી પુનઃ લગ્ન સ્િઝિન શરૂ થશે. દિન શુધ્ધિની દ્રષ્ટિએ ખાસ કરીને પ્રમાણ, મુસાફરી, ખરીદી, વેચાણ કોર્ટ કચેરી કે દસ્તાવેજી – કામકાજ અગર અગત્યની મિટીંગો કે એ પ્રકારના મહત્વના કાર્યો માટે આ પક્ષમાં તા. ૯ તથા ૧૧ શુભ તા. ૩૧-૩-૪-૬-૮ તથા ૧૦ મધ્યમ તથા તા. ૧-ર-પ-૭-૧ર – ૧૩ તથા ૧૪ અશુભ છે.  ગોચરના ગ્રહોની સ્થિતિ જોઈએ તો સુર્ય- મંગળ સિંહ રાશિમાં, બુધ સિંહ તથા કન્યા રાશિમાં, ગુરૂ વૃશ્વિક રાશિમાં (માર્ગી), શુક્ર સિંહ કન્યા રાશિમાં, વક્રી શિન ધનરાશિમાં રાહ મિથુન રાશિમાં, હર્ષલ મેષ રાશિમાં, નેપ્ચયુન કુંભ રાશિમાં તથા પ્લુટો ધન રાશિમાં ભ્રમણ કરશે. ચંન્દ્ર સિંહથી કુંભ રાશિમાં પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. સંક્ષિપ્તમાં જોઈએ તો આ પક્ષમાં સુર્ય- બુધ સ્વગૃહી- બુધ ઉચ્ચ તથા શુક્ર નીચ બને છે.

આ સપ્તાહમાં જન્મેલા બાળકો સુંદર વ્યક્તિત્વ તથા વિજાતીય વર્ગમાં ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરનારા થાય. બાળકના કલ્યાણ તથા દીર્ધાયુ માટે માતાએ કલ્યાણકારી પુર્ણિમાં નું વ્રત અચુક કરવું.  વર્તમાન દિવસોના ગ્રહમાનનો અભ્યાસ કરતાં સંક્ષિપ્ત રાશિ-ભવિષ્યની સમીક્ષા કરતા તેજ- મિથુન – સિંહ તથા તુલા જાતકો માટે આ પખવાડિયુ શ્રેષ્ઠ અને શુભ સફળ દાયક હોવાથી આ રાશિ ધરાવનાર વ્યક્તિઓને ઉન્નતિ પ્રગતિ – આર્થિક લાભની નવી તકોની પ્રાપ્તિ, સફળ પ્રવાસ તથા સુખસંતોષના અનુભવ કરાવશે. મહત્વના કાર્યોમાં સફળતા તથા આનંદ – ઉલ્લાસની સુખદ અનુભુતિ થાય.

વાચક ભાઈ-બહેનો પોતાની મુંઝવતી અંગત સામસ્યાઓના સમાધાન માટે મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ અગર તો ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર માર્ગદર્શન મેળવીને નિરાકરણ પ્રાપ્ત કરી શકશે. જરૂર ફોન કરી સલાહ લેવા વિનંતી છે.

Previous articleગઢડા આરોગ્ય કર્મચારીઓ દ્વારા ડેન્ગયુ, મેલેરિયા અટકાવવા દવા છંટકાવ કરાઈ
Next articleઆદર્શ  સ્મૃતિ સ્થાન : વિવેકાનંદ શિલા સ્મારક