તળાજાના સથરા ગામની શાળામાં બોર્ડની પરીક્ષામાં મધમાખીનું ઝુંડ ત્રાટકયું, 10થી વધું વિદ્યાર્થીને ડંખ માર્યો

89

10થી વધુ પરીક્ષાર્થીઓને તેમજ કેન્દ્ર સંચાલકને ડંખ મારતાં ભારે નાસભાગ મચી
ભાવનગર જિલ્લાના તળાજાના સથરા ગામની શાળામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા દરમિયાન મધમાખીના ઝુંડે કેન્દ્ર સંચાલક અને પંદર જેટલા વિદ્યાર્થીઓને ડંખ મારતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી. આજે સવારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સલરા ગામે આવેલી સત્યનારાયણ વિદ્યાલય ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા મધમાખીઓનું એક ઝુંડ આવ્યું હતું અને 10થી વધુ પરીક્ષાર્થીઓને તેમજ કેન્દ્ર સંચાલકને ડંખ મારતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષા રાબેતા મુજબ શરૂ થઈ હતી. પરીક્ષા કેન્દ્રમાં મધમાખીનું ઝૂંડ ઘસી આવવાના આ બનાવે ભારે ચકચાર મચાવી હતી.

Previous articleસેન્સેક્સમાં ૩૫૦ અને નિફ્ટીમાં ૧૦૩ પોઈન્ટનો ઊછાળો નોંધાયો
Next articleમહુવા તાલુકાના નવી તરેડી ગામે તિક્ષ્ણ હથિયારો ના ઘા મારી યુવાનની હત્યા કરાઈ