૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષમાં દેશની વેપાર ખાધ વધીને ૧૯૨.૪૧ અબજ ડોલર થઈ

43

કેન્દ્ર સરકાર દ્વારા આંકડા જાહેર કરાયા : પહેલી વાર એક મહિનામાં દેશની નિકાસનો આંકડો ૪૦ અબજ ડોલર એટલે કે ૪૦.૩૮ અબજ ડોલરથી ઉપર રહ્યો
નવી દિલ્હી,તા.૫
દેશની વેપાર ખાધ એટલે કે વેપારમાં ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૮૭.૫ ટકા વધીને ૧૯૨.૪૧ અબજ ડોલર થઈ ગયો છે. અગાઉના નાણાકીય વર્ષમાં તે ૧૦૨.૬૩ અબજ ડોલર હતો. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે. ગયા નાણાકીય વર્ષમાં નિકાસ રેકોર્ડ ૪૧૭.૮૧ અબજ ડોલર રહી હતી જ્યારે આયાત પણ વધીને ૬૧૦.૪૧ અબજ ડોલર થઈ હતી. જેના કારણે વેપાર ખાધ ૧૯૨.૪૧ અબજ ડોલર રહી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની વસ્તુઓની માલસામાનની આયાત ૩૧ માર્ચ ૨૦૨૨ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૫૪.૭૧ ટકા વધીને ૬૧૦.૨૨ અબજ ડોલર થઈ ગઈ છે. અગાઉ તે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૯૪.૪૪ અબજ ડોલર હતું. તે જ સમયે ૨૦૧૯-૨૦માં ૪૭૪.૭૧ અબજ ડોલર કરતાં ૨૮.૫૫ ટકાથી વધુ છે.
આ વર્ષે માર્ચમાં વેપાર ખાધ ૧૮.૬૯ અબજ ડોલર રહી હતી. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં તે ૧૯૨.૪૧ અબજ ડોલર હતું. પહેલી વાર એક મહિનામાં દેશની નિકાસનો આંકડો ૪૦ અબજ ડોલર એટલે કે ૪૦.૩૮ અબજ ડોલરથી ઉપર રહ્યો છે. જે એક મહિના પહેલા ફેબ્રુઆરીના ૩૫.૨૬ અબજ ડોલરની સરખામણીમાં ૧૪.૫૩ ટકા વધુ છે. આ માર્ચ ૨૦૨૦માં ૨૧.૪૯ અબજ ડોલરની સરખામણીમાં ૮૭.૮૯ ટકાનો વધારો છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભારતે પાક.ની ચાર સહિત ૨૨ યુટ્યૂબ ચેનલો બ્લોક કરી દીધી