ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી.

54

ભારતવર્ષમાં સૌ પ્રથમ વાર રાજીવભાઈ પંડ્યા દ્વારા “સર્વિસ ક્વોલિટી અને સર્વિસ એનહાન્સમેન્ટઇન ઇન જ્યુડિશિયલ એડમિનીસ્ટ્રેટિવ સિસ્ટમ” પર રિસર્ચ વર્ક કરવામાં આવ્યું.
ભાવનગર શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા માટે એપ્રિલ મહિનાની અગિયાર તારીખ અવિસ્મરણીય બની રહેશે. એન્જિનિયરીંગ પછી ટેકનોક્રેટ તરીકે કારકિર્દી શરૂ કરનાર, સફળતાપૂર્વક MBA અને L L.B. પૂરું કરીને એક સફળ એડવોકેટ તરીકે ભાવનગરમાં જાણીતા એવા રાજીવભાઈ પંડયાએ શિક્ષણ ક્ષેત્રે આજે ૧૧ એપ્રિલ ૨૦૨૨ અને સોમવારના રોજ ફરી એક નવું સોપાન સર કર્યું હતું. જ્યુડીસિયલ સિસ્ટમમાં મેનેજમેન્ટની જરૂરિયાત ઉપરનો રાજીવભાઈનો શોધ- નિબંધ આજ રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સ્વીકારીને માન્યતા આપવામાં આવી હતી. આમ સાલસ, વિનમ્ર અને સૌના માનીતા એવા રાજીવ પંડ્યાજીને આજે ડોક્ટરેટ એનાયત કરવામાં આવ્યું હતું. જોગાનુજોગ આજે ડો. રાજીવભાઈ પંડ્યાનો જન્મદિન પણ હતો. પદવી ગ્રહણ કાર્યક્રમ દરમ્યાન ડો. રાજીવભાઈ પંડયાએ તેમના પ્રોજેકટ ગાઈડ તરીકે ભાવનગરના ભુતપૂર્વ ડીન ડો. રાજેશભાઈ ભટ્ટ તેમજ રેફરી તરીકે દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીના ડો. વિનોદભાઇ પટેલે આપેલ માર્ગદર્શન અંગે તેમનો ઋણ સ્વીકાર કરેલ. ડો. રાજેશભાઈ ભટ્ટ અને ડો. વિનોદભાઇ પટેલે જણાવેલ કે “સર્વિસ ક્વોલિટી અને સર્વિસ એનહાન્સમેન્ટઇન ઇન જ્યુડિશિયલ એડમિનીસ્ટ્રેટિવ સિસ્ટમ” પર ભારતવર્ષમાં સૌ પ્રથમ વાર રાજીવભાઈ પંડ્યા દ્વારા રિસર્ચ વર્ક કરવામાં આવ્યું. આ રિસર્ચથી કોર્ટનું એડમિનિસ્ટ્રેશન અને જસ્ટિસ સિસ્ટમમાં ઘણા બધા નોંધનીય સુધારાઓ કરી શકવાની પૂરે પૂરી શક્યતાઓ રહેલી છે. આ શોધ નિબંધથી પડતર તેમજ આવી રહેલા કેસોનું સુભગ, સફળ અને સત્વરે સંચાલન થઈ શકશે અને ન્યાયની પ્રક્રિયા ત્વરિત અને ઝડપી બનશે તેવું જણાઈ રહ્યું છે. મેનેજમેન્ટ પરિપ્રેક્ષ્યથી જોવામાં આવે તો આ રિસર્ચ વર્કનું ઘણું મહત્વ છે. ભાવનગર શહેર ભાજપ સંગઠન, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, દરેક મોરચા અને સેલના હોદ્દેદારઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, વોર્ડના પ્રમુખ, મહામંત્રી સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ અને સગા-સ્નેહીઓએ ડૉ. રાજીવભાઈ પંડ્યાને સફળતાપૂર્વક પી.એચ.ડી પૂર્ણ કરવા બદલ તેમજ જન્મદિનના બેવડા અભિનંદન અને શુભેચ્છાઓ આપેલ, તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleદિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાત આવ્યા
Next articleસેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપના દિવસે વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસ