શહેરના બોરડીગેટ સર્કલમાં ડૉ. ભીમરાવ આબેડકરની પ્રતિમાનુ થયેલુ અનાવરણ

53

ભાવનગર શહેરના અનુ.જાતિની બહુમતી ધરાવતા એવા બોરડીગેટ વિસ્તારના સર્કલમાં ડૉ.આબેડકરની પ્રતિમા મુકવામાં આવેલ અને આબેડકર જયંતિના દિને ગત રાત્રીના તેનૂ અનાવરણ કરવામાં આવ્યું હતું. અનુ.જાતિના દરેક ઘરમાંથી તાબા,પિતળ અને કાસાના વાસણો એકત્ર કરી છેલ્લા ત્રણ વર્ષથી ડો.આબેડકરની પ્રતિમા બનાવવાનુ અભિયાન ડો.ભીમરાવ આબેડકર ઉત્સવ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને ૪૫૦ કીલો ધાતુની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી અને ગત રાત્રીના સમાજના આગેવાનો તથા આમંત્રિતોની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. અંત્રે ઉલ્લેખનીય છેકે ભાવનગર શહેરમાં જશોનાથ સર્કલમાં વર્ષોથી ડો.આબેડકરની પ્રતિમા મુકાયેલી છે અને ત્યાં વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ત્યારે હવે શહેરમાં બીજી પ્રતિમા મુકાતા બન્ને કાર્યક્રમો ક્યાં થશે તે જોવુ રહ્યું.

Previous articleભાવનગર એક મહિનાથી કોરોના મુક્ત : તહેવારો-પ્રસંગોમાં ફરી ઉત્સાહ, પીડા ઓસરી…બધુ ફિલગુડ
Next articleડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે ચિત્રસ્પર્ધા યોજાઈ