બોટાદમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા

1118

બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા. નવ નિયુક્તિ  ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર ચાલતા બાંધકામ પર કરી લાલા આંખ..શહેરના હીરાબજાર અને ગઢડા રોડપર ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યા.. ગેરકાયદેસર દબાણ ઉપર નગરપાલિકા દ્વારા લાલ આંખ કરતા બિલ્ડરો માં ફફડાટ મચી જવા પામી છે તો બીજી તરફ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવામાં આવેલ કે  બોટાદ શહેરમાં જે જે બિન પરવાની વગરના બાંધકામો થય રહ્યા છે તેમની ચકાસણી કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે .

બોટાદ શહેરમાં દિવસે ને દિવસે બની રહેલા શોપીંગ અને બાંધકામના કારણે  ટ્રાંફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે જે શોપિંગો બનાવામાં આવે છે તેમાં પાર્કિગની કોઈ વ્યવસ્થા નથી હોતી અને બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર શોપિંગો બનાવી બાંધકામ કરી નાખવામાં આવે છે. બોટાદ શહેરમાં આવેલ ટાવર રોડ ,પાળીયાદ રોડ ,હવેલી ચોક સહિત ના મુખ્ય માર્ગો પર અનેક શોપીગો આવેલા છે અને બને પણ છે ત્યારે થોડાક શોપીગો માં પાર્કિગ ની વ્યસ્વ્થા છે .તો બીજી તરફ અનેક શોપીગ સેન્ટર માં પાર્કિગ ની જગ્યા તો મુકવામાં આવી પણ બિલ્ડર દ્વારા ત્યાં પણ દુકાનો બનાવી દેવામાં આવી છે .જેના કારણે બોટાદ શહેરમાં આજુબાજુ ગામડાઓમાંથી રોજના મોટી સખ્યામાં લોકો ખરીદી કરવા આવતા લોકો ને પોતાના વાહનો રોડ પર મુકવા પડે છે. ત્યારે બોટાદ નગરપાલિકા ના નવ નિયુક્ત ચીફ ઓફિસર પાંચાભાઈ માળી દ્વારા આજે ગેરકાયદેસર બાંધકામ પર જાણે લાલ આંખ કરી હોય તેમ જોવા મળ્યું હતું.શહેરના હીરાબજાર માં આવેલ નગરપાલિકા સંચાલિત પે.એન્ડ યુઝ ટોયલેટ બહાર જ ગેરકાયદેસર બનાવેલ ઓટલો અને ગઢડા રોડ પર રહેણાંકી મકાન માં મજુરી વગર અને ગેરકાયદેસર દુકાનો બનાવતા બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા અને બોટાદ ના પાંજરાપોળ રોડ પર બની રહેલા શોપીગ સેન્ટર માં બાધકામ શરુ હતું  ત્યાં  ચીફ ઓફિસર દોડી ગયેલ અને બાધકામ બધ કરાવેલ હતું . તેમજ જે શોપિંગો બની ગયા છે અને જે શોપિંગો બને છે તેમાં જે પાર્કિગ ની વ્યવસ્થા નથી તેમને નોટિસ આપવામાં આવશે . તો બીજી તરફ બોટાદ નગરપાલિકા ના નવ નિયુક્ત ચીફ ઓફિસર દ્વારા ગેરકાયદેસર બાધકામ અને દબાણો દુર કરવાની કામગીરી કરતા લોકોએ કામગીરી ને બિરદાવી હતી . જો નગરપાલિકા દ્વારા દબાણો અને ગેરકાયદેસર બાધકામ તોડી પાડવાની કામગીરી યથાવત રાખવામાં આવશે તો બોટાદ માં વહેલી તકે ટ્રાફિક ની સમસ્યા દુર થઈ જશે .

તમામ દબાણો દુર કરાશે

બોટાદ માં ઘણી બધી જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામો થય ગયા છે અને હાલમાં પણ થય રહ્યા છે .ખાસ કરીને ટાવર રોડ પર ના શોપીગોમાં પાર્કિગ ની વ્યવસ્થા ન હોવાને લીધે જાહેર રોડ ઉપર ખુબજ ટ્રાફિક થાય છે અને નગર જનોને અવર જવરમાં મુશ્કેલી થાય છે એના ભાગ રૂપે આજે અમે એક તો હીરા બજાર માં પે.એન્ડ યુઝ ટોયલેટ જે નગરપાલિકા દ્વારા એજન્સી ને સોપવામાં આવેલ છે એના દ્વારા દબાણ કરવામાં આવતા તે દુર કરવામાં આવેલ અને ત્યાર બાદ ગઢડા રોડ પર ગેરકાયદેસર બાધકામ કરવામાં આવતા તે પણ દુર કરવામાં આવેલ છે અને ટાવર રોડ પર શોપીગ બની રહ્યું છે તેમના માલિક ને પણ અમે રૂબરૂ સ્થળ પર જઈ નોટીસ આપેલ છે અને આગામી સમયમાં શહેરમાં જે જે બિન પરવાની વગરના બાંધકામો થય રહ્યા છે તેમની ચકાસણી કરી તેમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે .

– પાંચાભાઈ માળી, ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા