બરવાળા ખાતે અખિલ અંધ ફલેગ દિવસની ઉજવણી કરાઈ

775

બરવાળા બી.આર.સી. ભવન ખાતે અખિલ અંધ ફલેગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં નીલેશભાઈ કણજરીયા(બી.આર.સી.કો.ઓ.બરવાળા) જગતભાઈ મારુ(ઓ.આઈ.સી.આઈ.ઈ.ડી. બોટાદ જિલ્લા) ઉપસ્થિત રહી અખિલ અંધ ફલેગ દિવસ નિમિતે અંધ અને અલ્પ દ્રષ્ટિ દિવ્યાંગ બાળકો માટે વિવિધ પ્રવૃતિ/સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

બરવાળા બી.આર.સી. ભવન ખાતે તા.૧૪/૦૯/ર૦૧૮ ના રોજ અખિલ અંધ દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં તાલુકામાંથી બાળકો ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમ સંદર્ભે લીંબુ,ચમચી,લટકાવેલ કેળા ખાવ સ્પર્ધા,મહેંદી સ્પર્ધા,ચિત્રકામ તથા રંગપુરની સ્પર્ધા તેમજ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ તેમજ અખિલ અંધ ધ્વજદિન નિમિતે ડોનેશન એકત્રિત કરવા તથા જનજાગૃતિ હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ એકત્રિત થયેલ ડોનેશનમાંથી બાળકોને ઈનામ વિતરણ તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાળકો તથા વાલીઓને રીસોર્સ ટીચર જયશ્રીબેન તેમજ નરેશભાઈ પરમાર ધ્વારા પ્રેઝન્ટેશન થકી દિવ્યાંગ બાળકોને વિવિધ સ્પર્ધા હેતુ જરૂરી માર્ગદર્શન આપી તૈયારી કરાવવમાં આવી હતી.

Previous articleવલભીપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Next articleબોટાદમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા