ભાવનગરના ફૂલસર વિસ્તારમાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન, મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો

26

સરકારી ડોક્યુમેન્ટમાં સુધારાવધારા સહિતની સેવાનો અરજદારોએ લાભ લીધો
ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એક જ સ્થળે ઉકેલવામાં આવતા સરકારી-વહીવટી કાર્યોનો મોટા પ્રમાણમાં લાભ લીધો હતો.

શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અવારનવાર અલગ અલગ ઝોનમાં “સેવાસેતુ” કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમ થકી લોકોના વિવિધ પડતર સરકારી કામો એક જ સ્થળે ઉકેલ આવે છે. ત્યારે આજરોજ શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ મહાદેવનગર સ્થિત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિમિલીયર-નોનક્રિમિલીયર, સર્ટી, આધારકાર્ડ, રેશનકાર્ડ, અમૃતમ કાર્ડ સહિતના કાર્યોમાં સુધારા-વધારા નામ ફેરફાર ઉપરાંત વિવિધ સરકારી બહુઉપયોગી યોજનાઓ તથા લોન સબસિડી સહિતની સેવાઓ નો અરજદારોએ બહોળો લાભ લીધો હતો એ સાથે પાણી લાઈટ ડ્રેનેજ સહિતના પાયાકીય પ્રશ્નો ના સ્થળપર જ ઉકેલ લાવવામાં આવ્યા હતાં આ સેવાસેતુ કાર્યક્રમ ને સફળ બનાવવા મહાનગરપાલિકાના અધિકારી-પદાધિકારીઓ તથા કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી.