સિહોર તાલુકાના વરલ ગામની સગર્ભાની 108ની ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવવામા આવી

38

ભાવનગર જિલ્લાની 108ની ટીમે સિહોર તાલુકાના વરલ ગામની એક સગર્ભાની એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. આ અંગે 108ના ભાવનગર જિલ્લા અધિકારી નરેશ ડાભી એ જણાવ્યું હતું કે, સિહોર તાલુકાના વરલ ગામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડી હતી. બાદમાં જાણ કરાતા 108 એમ્બ્યુલન્સના ટાણાના ઇએમટી ઇકબાલ પરમાર, પાઇલોટ રાજુભાઈ તુરંત દર્દીના ઘરે પહોંચી ગયા હતા અને સગર્ભાને લઈ હોસ્પિટલે જવા ૨વાના થયા હતા. જોકે, સગર્ભાને રસ્તામાં જ પીડા વધી જતા એમ્બ્યુલન્સને રોકી દેવાઇ સમયસરની સારવાર હાથ ધરી હતી. બાદમાં ઇએમટી ઇકબાલ પરમારે એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલેવરી કરાવી હતી. ઇએમટી ઇકબાલ પરમાર અને પાઇલોટ રાજુભાઈ બારૈયા એ બાળક અને માતા ની ઈમર્જન્સી ડોક્ટર ની સલાહ મુજબ સારવાર કરી માતા અને બાળકને નવજીવન મળ્યું હતું અને મહિલાના પરિવારજનોમાં આનંદ છવાઇ ગયો હતો. હાલ માતા અને બાળક બન્ને સુરક્ષિત છે.