જીએસટી કૌભાંડમાં હસન ક્લીવાલાના ૨૧મી સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશન મંજુર

57

બોગસ બીલિંગમાં હજુ પેઢીઓની સંખ્યા વધવાની તંત્રને આશંકા
જીએસટી બોગસ બીલિંગના કરોડોના કૌભાંડમાં નવ માસથી નાસતો ફરતો મહંમદ હસન અસલમ ક્લીવાલા ૧૭મીએ વહેલી સવારે દેશ છોડી સાઉદી અરેબીયા નાસી જવાની તૈયારીમાં હતો તે સમયે એરપોર્ટ ખાતે કાર્યરત કેંદ્ર સરકારની એજન્સી દ્વારા મુંબઇ એરપોર્ટ ખાતે તેને અટકાવવામાં આવેલ અને તેની જાણ સ્ટેટ જીએસટી વિભાગને કરાતા સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા હસન કલીવાલાની જી.એસ.ટી અધિનિયમની કલમ ૬૯ અન્વયે મુંબઇ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ. મે. એચ. કે. મેટલ્સ તથા બ્લુ સ્ટાર ટ્રેડીંગ કંપની નામની બન્ને પેઢીઓમાં મળી કુલ રૂ . ૧૧૮.૮૧ કરોડના બિલો ઇસ્યુ કરવામાં આવેલ છે જેમાં રૂ .૨૧.૫૯ કરોડનો વેરો સંડોવાયેલ છે . સદર આરોપીને એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ અમદાવાદ સમક્ષ રજુ કરી કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની માંગણી કરવામાં આવતા તા . ૨૧ સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશન મંજુર કરવામાં આવેલ છે. આ સમગ્ર કૌભાંડ મામલે વધુ તપાસ હાલ ચાલી રહેલ છે. હસન કલીવાલા દ્વારા ઓપરેટ કરવામાં આવેલ પેઢીઓની સંખ્યા પણ વધવાની સંભાવના છે . સ્ટેટ જીએસટી વિભાગે જુલાઇ -૨૦૨૧ થી ભાવનગર ખાતે ચાલતા બોગસ બિલીંગનો સફાયો કરવા અનેક – વિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ છે . આ કાર્યવાહીમાં બોગસ બિલીંગ કૌભાંડ આચરતા સુત્રધારો તથા ભેજાબાજોની ધરપકડ કરવામાં આવેલ છે . બોગસ બિલીંગ થકી ખોટા બિલો મેળવી વેરાશાખ ભોગવતા વેપારીઓ પાસેથી વસુલાતની કાર્યવાહી પણ કરવામાં આવી રહેલ છે . આ ઉપરાંત ભાવનગર ખાતે શંકાસ્પદ નોંધણી નંબર જણાતા કેસોમાં વિભાગ દ્વારા સ્પોટ વેરીફીકેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવેલ છે અને બોગસ જણાતા નોંધણી નંબરો સ્ટેટ જ્યુરીસડીશકનના હોય તો તાત્કાલિક રદ કરવામાં આવેલ છે તથા સેન્ટ્રલ જ્યુરીસડીકશનના જે કેસો હોય તેમા સીજીએસટી વિભાગને કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ છે . અત્યાર સુધીમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ભાવનગર મિશન અંતર્ગત કુલ ૧૩ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે .

Previous articleઓનલાઈન પેમેન્ટનો ક્રેઝઃ કોર્પોરેશનમાં ઓફલાઇન કરતા ઓનલાઈન વેરો ચુકવનારની સંખ્યા દોઢી
Next articleવીજ કર્મચારીઓના આંદોલનના મંડાણઃ તા.૨૨મીએ માસ સીએલનું કર્યુ એલાન