જો NATO અને રશિયા ટકરાશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે : જર્મની

44

જર્મની પોતાની ઉર્જાની જરુરિયાતો માટે રશિયા પર નિર્ભર છે, આ કારણે છે કે નાટોનો સભ્ય હોવા છતા જર્મનીએ રશિયાને લઈ હંમેશા નરમ વલણ દાખવ્યું છે
બ્રસેલ્સ,તા.૨૩
જર્મનીએ નાટોને રશિયાની સાથે સીધા સૈન્ય ટકરાવથી બચવાની સલાહ આપી છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્જે આશંકા વ્યક્ત કરી છે કે, જો નાટો અને રશિયા ટકરાશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ થઈ શકે છે. ચાન્સેલર સ્કોલ્જે ડેર સ્પીગલની સાથે એક ઈન્ટરવ્યૂમાં રશિયાની સાથે પોતાના તેલ અને ગેસની આયાતને તરત રોકવા માટેના નિર્ણયનો પણ બચાવ કર્યો છે. જર્મની પોતાની ઉર્જાની જરુરિયાતો માટે રશિયા પર નિર્ભર છે. આ જ કારણે છે કે નાટોનો સભ્ય હોવા છતા પણ જર્મનીએ રશિયાને લઈ હંમેશા નરમ વલણ દાખવ્યું છે. તાજેતરમાં અમેરિકા અને બાકી નાટો દેશોના દબાણના કારણે જર્મનીએ પણ યુક્રેનને સીમિત માત્રામાં સૈન્ય સામાન માોકલ્યા છે. ઓલાફ સ્કોલ્જને યુક્રેનને ભારે હથિયારો જેવા ટેંક અને હોવિત્ઝર ન આપવાના કારણે દેશ અને વિદેશોમાં ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે બાદ જર્મન સરકારે અનેકવાર યુક્રેનના પક્ષમાં નિવેદન આપ્યું છે, પરંતુ રશિયા વિરુદ્ધ બાકી દેશોએ જેટલાં પગલા ઉઠાવ્યા નથી. ચાન્સેલર સ્કોલ્જને પૂછવામાં આવ્યું કે, તેઓએ કેમ એવું વિચાર્યું કે યુક્રેનને ટેંક આપવાથી પરમાણુ યુદ્ધ થઈ શકે છે. આના જવાબમાં કહ્યું કે, આવો કોઈ નિયમ તૈયાર કરવામાં આવ્યો નથી, જેમાં કહેવાયુ હોય કે જર્મનીને યુક્રેનમાં યુદ્ધનો પક્ષ માનવામાં આવી શકે છે. જર્મન ચાન્સેલરે કહ્યું કે, આપણે દરકે પગલે ખૂબ જ સાવધાની રાખીને વિચાર કરીએ અને એક બીજાની સાથે નજીક રહીને કામ કરીએ એ ખૂબ જ જરૂરી છે. આ તણાવમાં નાટોને સામેલ થતાં બચાવવનું એ મારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલા માટે હું ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત નથી કરતો અને સખત ટિપ્પણીઓથી પોતાને પરેશાન થવા દેતો નથી. એક પણ ખોટુ પગલુ ભર્યુ તો તેનું પરિણામ ભયંકર આવી શકે છે. સ્કોલ્જે યુક્રેન પર આક્રમણના જવાબમાં રશિયાના ગેસની જર્મનીમાં આયાતને તરત ન રોકવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. તેઓએ કહ્યું કે, મને નથી લાગતું કે, ગેસ પર પ્રતિબંધ લગાવવાથી યુદ્ધ ખતમ થઈ જશે. જો પુતિનને આર્થિક પ્રતિબંધનો ડર હોતો તો તેઓ ક્યારેય આ ભયંકર યુદ્ધને શરુ ન કરતા. બીજી વાત એ કે, તમે લોકો એવું વિચારો છો કે આ બધુ પૈસાને લઈને હતું, પરંતુ આ એક નાટકીય આર્થિક સંકટ અને લાખો નોકરીઓ તથા કારખાનાઓને નુકસાનથી બચાવવા વિશે છે. જો આ બંધ થઈ જશે તો એના દરવાજા ફરી ક્યારેય ન ખૂલી શકતા.

Previous articleનીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે રાજીનામું આપ્યું
Next articleનવનીત રાણાના ઘરે શિવ સૈનિકોનો જોરદાર હંગામો