કોર્પોરેશનના ઇતિહાસમાં એપ્રિલમાં રિબેટની રેકર્ડબ્રેક આવક

178

૧૦% રિબેટ યોજનામાં ૧.૦૫ લાખ કરદાતાઓએ મ્યુ. તિજોરી છલકાવી, આજે સામાન્ય સભામાં મુદ્દત ન વધે તો કાલથી ૫% રિબેટ મળશે
ભાવનગર મહાપાલિકાની ૧૦% રિબેટ યોજનાને આવકારી કરદાતાઓએ તિજોરી છલકાવી દીધી છે, કોર્પોરેશનને ઘરવેરાની આવક જ મુખ્ય આર્થિક મદાર છે ત્યારે કરદાતાઓના પ્રબળ પ્રતિસાદથી કોર્પોરેશનના ઇતિહાસમાં પણ રેકર્ડબ્રેક આવક નોંધાઇ છે, જોકે હજુ આજનો દિવસ બાકી છે. સાંજ સુધીમાં આવકનો નવો વિક્રમ સ્થપાય તો નવાઈ નહિ.!મહાપાલિકાના ઇતિહાસમાં અત્યાર સુધીની એપ્રિલ માસની રિબેટની આવકનો નવો રેકર્ડ સ્થપાયો છે. ગઈકાલે ૨૯મી સુધીમાં ૧.૦૫ લાખ કરદાતાઓ દ્વારા રૂ. ૭૦.૨૦ કરોડની રકમ મ્યુ.તિજોરીમાં જમા થઈ ચૂકી છે તે પૈકી ૬૬ હજાર કરદાતાઓએ ઓનલાઈન પેમેન્ટ કરી વધારાનો ૨% રિબેટનો લાભ મેળવ્યો છે. જયારે આજે છેલ્લા દિવસે હજુ આવકનો આંક વધુ ઊંચે જશે તેમાં બે મત નથી. આમ, શહેરનો વિસ્તાર અને વસ્તાર વધતા મ્યુ. તિજોરીની આવક પણ વધી છે, સાથે બે વોર્ડમાં ફેર આકારણી કરી રી-સર્વે કરતા આવક વધી ગઈ છે.

Previous articleશહેરના ભાંગલીગેટ વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ચોરી ઝડપાઇ
Next articleશાળામાંથી સ્ટેશનરી ખરીદવા દબાણ થતા વેપારીઓનો ધંધો ઝુટવાયો : આવેદન