શાળામાંથી સ્ટેશનરી ખરીદવા દબાણ થતા વેપારીઓનો ધંધો ઝુટવાયો : આવેદન

52

સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલાં વેપારીઓ અને ઉદ્યોગકારોને વિતેલાં બે- ત્રણ વર્ષો કોરોનાને કારણે વિકટ ગયાં છે. વધુમાં પડતાં પર પાટાં સમાન ભાવનગરની જે – તે શાળાઓ દ્વારા તેમના વિદ્યાર્થીઓને તેમના કેમ્પસમાંથી જ સ્ટેશનરી ખરીદવાં ફરજ પાડે છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓને પડતરમાં મોંઘી પડે છે. આ ઉપરાંત સ્ટેશનરીના વેપારીઓને નુકશાન જાય છે. વેપારીઓની રોજી- રોટી તેનાથી છીનવાય છે. આ સંજોગોમાં શાળાઓ દ્વારા કેમ્પસમાંથી સીધી રીતે થતું સ્ટેશનરીનું વેચાણ બંધ થાય અને વેપારીઓનો ધંધો – વ્યવસાય ચાલે અને ન્યાય મળે તે માટે યોગ્ય કરવા એસો.ના પ્રમુખ હિરેન બારૈયા, હિતેશ દાંડેજા, કાળુભાઇ જાંબુચા વિગેરે હોદ્દેદારોએ કલેકટરને આવેદન પાઠવી માંગ કરી હતી..

Previous articleકોર્પોરેશનના ઇતિહાસમાં એપ્રિલમાં રિબેટની રેકર્ડબ્રેક આવક
Next articleઆવી ગયું એક્શનથી ભરપૂર કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર