ભાણગઢમાં દિવંગત કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું યુવરાજ જયવીરરાજસિંહજીના હસ્તે થયું અનાવરણ

46

કોઈપણ સમયે ગ્રામજનોની પડખે ઊભાં રહેવાની ખાતરી આપતા યુવરાજ જયવિરરાજસિંહજી
સિહોર તાલુકાનુ ભાણગઢ ગામ કે જેનો નાતો મહારાજા ભાવસિંહજી સાથે જોડાયેલો છે અને હજુ પણ પ્રજા તેના પ્રજાવત્સલ રાજવીની અનોખી ચાહક છે તેવાં ભાણગઢ ગામે અખાત્રીજના દિવસે ભાવનગર શહેરની સ્થાપના થઇ હતી તે અવસરે યુવરાજ જયવીરરાજસિંહના અધ્યક્ષસ્થાને માનગઢ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ભાણગઢ ગામ ખાતે યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત ભાણગઢ શાળાના આચાર્ય રાજેન્દ્રસિંહ સોલંકીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તો પૂ. હરીઓમચરણદાસજી બાપુ, પૂ. જીણારામ બાપુ, પૂ. સુખદેવ બાપુ તથા નેસડા વૃદ્ધાશ્રમના પ્રતિનિધિ નરેશભાઈ, જાણીતા તબીબ ડો. આર. જી. યાદવ, રાજેશભાઈ સાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ રાઠોડે કહ્યું હતું. આ પ્રસંગે ગામની સેવા,સહયોગ માટે નિજાનંદ પરિવાર ભાવનગર તથા ગામના યુવાનોનું યુવરાજ જયવીરરાજસિંહે સન્માન કર્યું હતું. આ પ્રસંગે યુવરાજે ભાવનગરની પ્રજાના પ્રેમને બિરદાવ્યો હતો અને કોઈપણ સમયે તેમની પડખે ઊભાં રહેવાની ખાતરી આપી હતી. સંતોએ ગામની આવી એકતા બની રહે અને સારા સત્કાર્યો થતાં રહે તેવાં શુભાશિષ પાઠવ્યાં હતાં. પત્રકાર મુકેશભાઈ પંડિતે રાજ પરિવારના શિહોર અને ઉમરાળા સ્ટેટની યાદી આપીને રાજવી પરિવારને આજે પણ લોકો યાદ કરે છે તે પોતીકાપણાની વાત છે. વર્ષો બાદ પણ પ્રજા પોતાના રાજાને યાદ કરે કે તેની પ્રતિમાની સ્થાપના કરે તેનો મતલબ એ છે કે તે રાજવી આજે પણ લોકોના મન અને મસ્તિષ્કમાં છે.

Previous articleભાવેણાના જન્મદિને યોજાયેલી તિરંગા પદયાત્રામાં રાષ્ટ્રપ્રેમ છલકાયો
Next articleકોંગ્રેસે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સમક્ષ કેક કાપીને ઉજવ્યો ભાવનગરનો જન્મ દિવસ