ફ્રાન્સ ભારતને પરમાણુ શક્તિ વધારવા મદદ કરશે

49

મોદી-ફ્રાંસના રાષ્ટ્રપતિની દ્રિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા : મુલાકાત દરમિયાન ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના સમાવેશ માટેના તેના સમર્થનને દોહરાવ્યું
નવી દિલ્હી, તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને નેતા ભારત ફ્રાંસ રણનીતિક પાર્ટનરશીપના આગલા પગલા માટે મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવા માટે સહમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન ફ્રાન્સે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ (એનએસજી)માં ભારતના સમાવેશ માટેના તેના સમર્થનને રિપિટ કર્યુ હતુ. એનએસજી માં સામેલ થવાથી ભારતની પરમાણુ શક્તિ ઝડપથી વધવાની અપેક્ષા છે. આ સાથે જ ભારત અને ફ્રાન્સ જી૨૦ ડ્રાફ્ટ હેઠળ મજબૂત સહયોગ જાળવવા માટે સંમત થયા છે. ભારતે કહ્યું છે કે, તે એનએસજીમાં સામેલ થવાના તેમના પ્રયાસો પર નિર્ણય પર પહોંચવા માટે સભ્ય દેશો સાથે વાતચીત કરશે. એનએસજીમાં ૪૮ દેશોનો સમાવેશ થાય છે, જે પરમાણુ ટેકનોલોજી અને પરમાણુ સામગ્રીના વેપાર અને ટ્રાન્સફરને નિયંત્રિત કરે છે, તેમજ પરમાણુ શસ્ત્રોના અપ્રસારમાં પણ સહકાર આપે છે. ચીને ભારતના એનએસજીમાં સામેલ થવાનો વિરોધ કર્યો છે. તેની દલીલ છે કે, ભારતે પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર નહોતા કર્યા. એનએસજી સર્વસંમતિના સિદ્ધાંતને અનુસરતા હોવાથી ચીનના વિરોધને કારણે ભારત માટે જૂથમાં જોડાવું મુશ્કેલ બન્યું છે.ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં સુધારા અને તેમાં ભારતની કાયમી સભ્યપદના પ્રયાસોને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સુધારાની માંગ કરી રહ્યું છે અને કહે છે કે,તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાને લાયક છે. સુરક્ષા પરિષદમાં ૫ હકદાર છે. વિશ્વ સંસ્થામાં દસ અસ્થાયી સભ્યો છે, જેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બે વર્ષની મુદત માટે ચૂંટાય છે. રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા તેના કાયમી સભ્યો છે.
ફક્ત આ સ્થાયી દેશો પાસે વીટોની શક્તિછે, જે કોઈપણ નિર્ણયન થવા દેવા અથવા ન થવા દેવાની શક્તિ રાખે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી અને બંને નેતાઓ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીના આગામી તબક્કા માટે મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કરવા સંમત થયા હતા. વડા પ્રધાન મોદી તેમના ત્રણ દેશોના યુરોપ પ્રવાસના છેલ્લા તબક્કામાં ડેનમાર્કથી બુધવારે પેરિસ પહોંચ્યા હતા અને મેક્રોન સાથે વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી. મેક્રોન એક અઠવાડિયા પહેલા આ પદ માટે ફરીથી ચૂંટાયા હતા.

Previous articleજોધપુર હિંસાઃ કર્ફ્‌યૂનો સમય ૨ દિવસ વધારાયો, ઇન્ટરનેટ બંધ રહેશે
Next articleસરકારી ગોડાઉન માટે આવેલો અનાજ ભરેલો ટ્રક ચિત્રામાંથી બિનવારસી મળી આવ્યો : પુરવઠા તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ