સેન્સેક્સમાં ૧૩૨૯, નિફ્ટીમાં ૪૧૦ પોઈન્ટનો ઊછાળો આવ્યો

76

સાત દિવસના ઘટાડા પછી શુક્રવારે તેજી પાછી ફરી : રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો સાથે વૈશ્વિક બજારોમાં વૃદ્ધિની સ્થાનિક બજાર પર સકારાત્મક અસર
મુંબઈ, તા.૨૫
સ્થાનિક શેરબજારોમાં સાત દિવસના ઘટાડા પછી શુક્રવારે તેજી પાછી ફરી હતી. બંને બેન્ચમાર્ક સૂચકાંકો, બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ૨.૫ ટકા વધ્યા હતા. યુક્રેન પરના હુમલાને લઈને યુએસ અને તેના સાથી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો સાથે વૈશ્વિક બજારોમાં વૃદ્ધિની સ્થાનિક બજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ગુરુવારે શેરબજારમાં એક જ દિવસમાં બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૧,૩૨૮.૬૧ અથવા ૨.૪૪ ટકા વધીને ૫૫,૮૫૮.૫૨ પોઈન્ટ પર બંધ થયો હતો. આ સ્થાનિક શેરબજારોમાં સાત દિવસના ઘટાડા પછી શુક્રવારે તેજી પાછી ફરી હતી. બંને બેન્ચમાર્ક સૂચકાંકો, બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ૨.૫ ટકા વધ્યા હતા. યુક્રેન પરના હુમલાને લઈને યુએસ અને તેના સાથી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો સાથે વૈશ્વિક બજારોમાં વૃદ્ધિની સ્થાનિક બજાર પર સકારાત્મક અસર જોવા મળી હતી.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ગુરુવારે શેરબજારમાં એક જ દિવસમાં બે વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ ૧,૩૨૮.૬૧ અથવા ૨.૪૪ ટકા વધીને ૫૫,૮૫૮.૫૨ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૧૦.૪૫ પોઈન્ટ્‌સ અથવા ૨.૫૩ ટકા વધીને ૧૬,૬૫૮.૪૦ પર બંધ રહ્યો હતો. એચયુએલ અને નેસ્લેને બાદ કરતાં સેન્સેક્સના તમામ શેરો વધ્યા હતા. ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી અને ટેક મહિન્દ્રા ૬.૫૪ ટકા સુધી વધ્યા હતા. ગુરુવારે સેન્સેક્સમાં ૨,૭૦૦ પોઈન્ટ્‌સનો ઘટાડો થયો હતો. આ બે વર્ષમાં એક દિવસનો સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટીમાં પણ ૮૧૫ પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારના ડેટા અનુસાર, યુક્રેનની કટોકટી વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. ૬,૪૪૮.૨૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. રશિયા પર પ્રતિબંધોની જાહેરાત બાદ અમેરિકી શેરબજાર ઉછળ્યું હતું અને અન્ય મુખ્ય એશિયન બજારો પણ મજબૂત થયા હતા. આ દરમિયાન અમેરિકા, યુરોપિયન યુનિયન અને જાપાને યુક્રેનને મદદ કરવાનું વચન આપ્યું છે. તે રશિયા પર વધુ આર્થિક અને નાણાકીય પ્રતિબંધો લાદવા માટે પણ સંમત થયા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડ વાયદો ૦.૬૭ ટકા વધીને બેરલ દીઠ ૧૦૦.૮૦ ડોલર થયો હતો.

Previous articleભારતીયોને પાછા લાવવા સરકાર બે વિમાન મોકલશે
Next articleપીએમઓના કર્મી બની યુક્રેની ટિકિટના નામે મહિલા સાથે ઠગાઈ