પંજાબ ભાજપના પ્રવક્તા તેજિંદર બગ્ગાની ધરપકડ

53

બગ્ગાને પંજાબ પોલીસના ૫૦ જવાન ઘરેથી અરેસ્ટ કરી લઈ ગયા હોવાનો ભાજપના નેતા કપિલ મિશ્રાનો દાવો
ચંદીગઢ, તા.૬
તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર મોહાલી પોલીસે તેજિંદર વિરુદ્ધ સાયબર સેલમાં કેસ નોંધ્યો હતો. આ મામલે હવે ધરપકડ કરવામાં આવી છે. આ મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ છે. ભાજપ નેતાઓએ પંજાબની ભગવંત માન સરકારને ઘેરી છે. તેજિંદર પાલ સિંહ બગ્ગા પર આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને સમાજને ધર્મ અને જાતિના આધારે વહેંચવાનો પ્રયત્ન કર્યો. ભાજપ નેતા કપિલ મિશ્રાએ દાવો કર્યો છે કે તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસના ૫૦ જવાન ઘરેથી અરેસ્ટ કરી લઈ ગયા છે. દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યુ કે આ ઘણુ શરમજનક છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં તેમની પાર્ટીને મળેલી સત્તાનો રાજકીય દુરુપયોગ રાજકીય વિરોધીઓને ડરાવવા ધમકાવવા માટે શરૂ કરી દેવાયુ છે. દિલ્હીનો દરેક નાગરિક સંકટની આ ઘડીમાં તેજેન્દ્ર પાલ સિંહ બગ્ગાના પરિવારની સાથે ઉભા છે. આમ આદમી પાર્ટી સાથે ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપ વિશે અપશબ્દો કહ્યા છે. તેઓ કહ્યુ કે તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસે ધરપકડ કરી. બાલિયાને દાવો કર્યો કે બગ્ગાએ મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલને ’જીવવા દઈશુ નહીં’ ની ધમકી આપી હતી. તેજિંદર બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરી લીધી છે. એવો દાવો ભાજપ નેતા કપિલ મિશ્રાએ કર્યો છે. કપિલ મિશ્રા અનુસાર તેજિંદર બગ્ગાને પંજાબ પોલીસના ૫૦ જવાન ઘરેથી અરેસ્ટ કરીને લઈ ગયા છે. બગ્ગા વિરુદ્ધ ગુનાકીય કેસ આમ આદમી પાર્ટીના નેતા ડોક્ટર સની સિંહની ફરિયાદના આધારે નોંધવામાં આવી હતી. કેસ નોંધ્યા બાદ પંજાબ પોલીસ તેજિંદર પાલ સિંહ બગ્ગાની શોધખોળ કરી રહી હતી. પંજાબ પોલીસ બગ્ગાની તપાસમાં પહેલા પણ દિલ્હી આવ્યા હતા પરંતુ ત્યારે જવાનોને બેરંગ પાછુ ફરવુ પડ્યુ હતુ. તેજિંદર પાલ સિંહ બગ્ગાએ ’ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ટીકા બાદ તેમની પર નિશાન સાધ્યુ હતુ. બગ્ગાએ સીએમ કેજરીવાલને કાશ્મીરી પંડિત વિરોધી ગણાવ્યા હતા. જે બાદ બગ્ગા વિરુદ્ધ પંજાબમાં એફઆઈઆરનોંધવામાં આવી હતી.

Previous articleહીટવેવ અને આગના બનાવોને કારણે જાનહાનિ ટાળવા આપી સલાહ
Next articleસિહોર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી મેઘરજથી ઝડપાયો