માનવ જિંદગી બચાવવા ના પ્રેરણાદાયી કાર્ય માટે ડો . સ્વામીએ અજય જાડેજાને અભિનંદન પાઠવ્યા

65

ભાવનગરના અક્ષરવાડી ખાતે પધારેલા ડો . સ્વામીએ આજે તેમના પ્રવચનમાં કહ્યું કે વિજ્ઞાન આગળ વધે એમાં ફાયદો પણ છે અને ગેરફાયદા પણ છે , વાહનોની વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું કે અગાઉ ગાડા કે ઘોડાગાડી ટકરાવાના બનાવ ઓછા હશે અને હશે તો પણ કોઈને નુકસાન નહીં થયું હોય જ્યારે હાલ સ્પીડ વાહનોથી એક અકસ્માતમાં આઠ થી દસ કે તેથી વધારે લોકો મૃત્યુ પામે છે , આ પ્રસંગે ટ્રાફિક ટ્રેનર અજય જાડેજા દ્વારા ટ્રાફિકનું પુસ્તક ડો.સ્વામીને અર્પણ કરતાં સ્વામીએ અજય જાડેજાને માનવ જિંદગી બચાવવાના આ કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .

Previous articleઝાંઝમેર ખાતે રંઘોળી નદી પર આડબંધ નિર્માણનુ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત
Next articleવિકટોરીયાની દિવાલે દબાણોથી સાયકલ ટ્રેક અને કલાકારોના ચિત્રો દબાયા