અસાની વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારે તબાહી મચાવશે

45

૧૧થી ૧૩મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે : અનેક રાજ્યોમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે, જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદની શક્યતા
નવી દિલ્હી,તા.૧૦
આ વર્ષનું પહલું વાવાઝોડું અસાની આજે ઓડિશા અને આંધ્ર પ્રદેશના કાંઠા નજીક પહોંચી જશે. તે સમયે પવનની ઝડપ ૧૧૫ કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. દેશના અનેક રાજ્યોમાં આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારની સાથે સાથે પૂર્વ યુપી સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભુવનેશ્વરના હવામાન વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું છે કે ગંભીર ચક્રવાતી તોફાની અસાની છેલ્લા ૬ કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશામાં ૧૨ કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે પુરીથી લગભગ ૫૯૦ કિમી દક્ષિણ પશ્ચિમ અને ઓડિશાના ગોપાલપુરથી ૫૧૦ કિમી દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રીત છે. આ બાજુ તેલંગણાના હવામાન ખાતાના ડાઈરેક્ટર નાગા રત્નાનું કહેવું છે કે તેલંગણામાં આગામી બે દિવસ દરમિયાન વીજળી પડવાની પણ શક્યતા છે. વાવાઝોડા અસાનીની આજથી ભારે અસર જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આજે ઓડિશાના કાંઠા તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન અસાનીની ઝડપ થોડી ધીમી થઈ છે. પરંતુ આમ છતાં કાંઠા સુધી પહોંચતા ૧૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તથા કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી શકે છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ અસાની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમની, પશ્ચિમ મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ગઈ કાલે રાતે ૨૩.૩૦ વાગ્યે તે પશ્ચિમ-મધ્ય અને આસપાસના દક્ષિણ પશ્ચિમ ર્મ્મ્ પર આંધ્રના કાકીનાડાથી ૩૩૦ કિમી દક્ષિણ પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી ૩૫૦ કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં કેન્દ્રીત હતું. આ વાવાઝોડાની ઓડિશા, દક્ષિણ ભારત સહિત યુપીમાં પણ અસર જોવા મળી શકે છે. ૧૦મી મેથી ૧૩ મે દરમિયાન દેશના અનેક રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ અને અસમ-મેઘાલય તથા નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે. ૧૧થી ૧૩મી મે દરમિયાન અસમ-મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આજે આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સાંજથી ઓડિશાના કાંઠા વિસ્તારોમાં અલગ અલગ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બિહારમાં પણ તોફાનની અસર જોવા મળી રહી ચે. પશ્ચિમ બંગાળમાં પણ વાવાઝોડાને લઈને ચેતવણી અપાઈ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશ્રીલંકામાં વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને લોકોએ આગ ચાંપી