દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૮૯૫ નવા કેસ નોંધાયા

10

૨૪ કલાકમાં ૨૭૯૬ લોકોના મોતથી હડકંપ : કોરોનાના કેસ ઘટી રહ્યા છે : દેશમાં નોંધાતા કુલ કેસના ૫૦ ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે
નવી દિલ્હીઃ, તા.૫
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૫૮માં દિવસે કોરનાના નવા કેસ ૨૦ હજારથી નીચે રહ્યા છે. જ્યારે સળંગ ૧૬૧માં દિવસે કોરોનાના નવા કેસ ૫૦ હજારથી નીચે નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૮૯૫ નવા કેસ નોંધાયા છે અને ૨૭૯૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૧૯૦ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯૯૧૫૫ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૧૦૮ કેસ નોંધાયા છે અને ૩૧૫ સંક્રમિતોના મોત થયા છે. બિહારમાં ૨૪૨૬ લોકોના કોરોનાથી મોત થયા છે. શનિવારે ૮૬૦૩ કેસની સામે ૪૧૫ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે ૯૨૧૬ નવા કેસ નોંધાયા હતા અને ૩૯૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગુરુવારે ૯૪૬૫ કેસ અને ૪૭૭ સંક્રમિતોના મોત થયા હતા. બુધવારે ૮૯૫૪ કેસ નોંધાયા હતા અને ૨૬૭ સંક્રમિતોના મોત થયા હતા. મંગળવારે માત્ર ૬૯૯૦ કેસ નોંધાયા હતા અને ૧૯૦ લોકોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૯ નવા કેસ નોંધાયા હતા અને ૨૩૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૯૯૦૫ લોકો કોરોના સામે જંગ જીત્યા હતા.
દેશમાં અત્યાર સુધીમાં ૧૨૭,૬૧,૮૩,૦૬૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૧,૦૪,૧૮,૭૦૭ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૨૬,૦૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈએ તો કુલ કેસ ૩ કરોડ ૪૬ લાખ ૪૧ હજાર ૮૫૮ છે. જ્યારે કેસ ડિસ્ચાર્જ ૩ કરોડ ૪૦ લાખ ૬૦ હજાર ૭૭૪ છે. એક્ટિવ કેસની સંખ્યા ૯૯ હજાર ૧૫૫ છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૪ લાખ ૭૩ હજાર ૩૨૬ થયો છે.