મ્યુ. ઘરવેરાની બારી સમય પૂર્વે જ બંધ, વેરો ભરવા ગયેલા કરદાતાને ધક્કો

50

ભાવનગર મહાપાલિકાએ ઘરવેરામાં ૧૦ ટકા રિબેટ યોજના પૂર્ણ કરી છે ત્યારે હાલ પાંચ ટકા રિબેટની યોજના ચાલી રહી છે જેમાં ખાસ ગીર્દી રહેતી નથી ત્યારે મહાપાલિકાના કેટલાક કર્મચારીઓ તેનો ગેરલાભ લઇ ઘરવેરાની બારી વહેલા બંધ કરી દે છે. ગઇકાલે સોમવારે સાંજે ૫.૧૫ કલાકે બારીના પાટીયા પાડી દઇ કર્મચારીઓ અંદર બેસી મજા કરી રહ્યા હતાં. એક અરજદાર વેરો ભરવા ગયો છતાં આજે સમય પુરો થઇ ગયો તેમ જણાવી રવાના કરી દેવાયો હતો. આ મામલે રોષ ઉઠ્યો છે.