ફુડ પોઇઝનની અસરના પગલે સિહોરમા તંત્ર હરકતમાં, મુની પેંડાવાળાની દુકાન સીલ

52

ફુડ વિભાગે સેમ્પલો લઈ હાથ ધરેલી કાર્યવાહી, રીપોર્ટ ન આવે ત્યાં સુધી ડેરી-દુકાન ન ખોલવા તંત્રની તાકીદ
૧૫ તારીખની રાત્રીના રોજ સિહોરમાં ત્રણ જુદી જુદી જગ્યાએ સામાજીક પ્રસંગમાં સિહોરની જાણીતી પેઢી મુની પેંડાવાળાની મુખ્ય દુકાન જે મોટાચોક વિસ્તારમાં આવેલી છે ત્યાંથી આ કાળઝાળ ગરમીનો સામનો કરવા જમણવારમાં છાશ મંગાવવામાં આવેલ હોય જેને રાત્રીના ભોજનમાં ઉપયોગમાં લેવાતા મોટાચોક, ઘાંચીવાડ, લીલાપીર તેમજ મેમણ કોલોની પાસેના વિસ્તારના પ્રસંગમાં રાત્રી ભોજનમાં છાશ મંગાવવામાં આવી હતી અને જે આમંત્રીતો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા તેઓ દ્વારા રાત્રી ભોજનમાં છાશ લીધી હતી ત્યારે આ છાશને કારણે આમંત્રીતો તથા અન્ય લોકો કે જેઓ છૂટક છાશ લઈ ગયા હતા તેઓને ફૂડ પોઇઝિંગ થતા ઝાડા-ઉલટી જેવી અસરો થવા લાગતા તમામને રાત્રે ૧૨ વાગ્યાથી સવારે ૪ વાગ્યા સુધી સિહોરની સરકારી હોસ્પિટલમાં તથા અન્ય જુદી જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઇઝિંગ થતા હોસ્પિટલોમાં રીતસરના બેડ ખૂટી પડ્યા હતા ત્યારે ભોગ બનનાર નાગરિકોને સિહોરના વિવિધ દવાખાનાઓમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં પણ જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ભોગ બનનારામાં મોટાભાગના બાળકો, મહિલાઓ તથા મોટી ઉંમરના વૃદ્ધ લોકો હતા. આ અંગે સિહોર અધિકારીઓ, પોલીસ,નગરપાલિકા ચીફ ઓફિસર,નગરપાલિકા સ્ટાફ, મુનિ પેંડાવાળાને ત્યાં દોડી ગયા હતા અને ડેરી બંધ કરાવવામાં આવી હતી.આ બનાવ બાદ સમારંભોમાં છાશના ઓર્ડરો કેન્સલ થતા જોવા મળ્યા હતા હાલ તમામની હાલત સ્થિર છે ફૂડ વિભાગના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે. અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી ડેરી તથા દુકાન બંધ રાખવા તાકીદ કરાઇ છે.