રેલવે સ્ટેશન સામે દરજીની વાડી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા

67

નિલમબાગ પોલીસ રોકડા તથા મુદ્દામાલ સહિત કુલ રૂ.42,860 ઝપ્ત કર્યા
નિલમબાગ પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગત મોડી રાત્રીના પુર્વ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે, દરજીની વાડી પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 12 જુગારીઓને રોકડ તથા મુદામાલ સાથે ઝડપી લીધા હતા.નિલમબાગ પોલીસ સ્ટેશન માંથી જાણવા મળતી વિગતો અનુસાર મોડીરાત્રે ચાવડીગેટ ખાતે બાપુ ની વાડીના વર્ષની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે રેલ્વે સ્ટેશન સામે દરજીની વાડી પાસે સ્ટ્રીટલાઇટના અજવાળે કેટલાક શખ્સો ગોળ કુંડાળું વાળી જાહેરમાં જુગાર રમી રહ્યા છે તે બાતમીના આધારે પોલીસ ટીમે પંચોને સાથે રાખી દરોડો પાડતા કેટલાક શખ્શો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે કોર્ડન કરી તમામને ઝડપી લીધા હતા. જેમાં ઝડપાયેલા તમામના નામ પુછતા રાકેશ રાજુભાઈ ડાબસરા, રવિ અરવિંદભાઈ ગોહેલ, ચિરાગ ધીરુભાઈ મજેઠીયા, મહેશ રમણીકભાઈ ચૌહાણ, આશિષ ભરતભાઈ મતિયા, રોબિન ચંપકભાઈ ઉમરાળીયા, અજય હરેશભાઈ મહેતા, કૌશિક સુરેશભાઈ જોશી, રાહુલ ભગવાનભાઈ મકવાણા, જ્યોતિનભાઈ ઉર્ફે જતીનભાઈ પ્રભુભાઈ બોસમીયા, અંકિત મુકેશભાઈ ચૌહાણ તથા મનીષ મોહનભાઈ પ્રજાપતિ હોવાનું જણાવેલ પોલીસે તમામ 12 આરોપીઓ પાસેથી તેમજ પટમાં પડેલા રોકડા રૂપિયા અને ગંજીપાના સહિત રૂપિયા 42,860 ની રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો તમામની અટકાયત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતા.

Previous articleભાવનગરમાં ઉનાળાના સમયે બજારમાં સક્કરટેટી અને તરબૂચની પુષ્કળ આવક, ભાવમાં ઘટાડો થતા લોકો મન મુકીને ખરીદી કરી રહ્યા છે
Next articleસિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવ્યું