સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે છાશ વિતરણ કરવામાં આવ્યું

70

આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને પંચાયતી રાજના પ્રણેતા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.રાજીવ ગાંધીજીની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સિહોર ખાતે હાલમાં ખૂબ જ ગરમી પડી રહી હોય તેથી રાહદારીઓ ને તડકાથી રાહત મળે તે હેતુથી સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિહોરના આંબેડકર ચોક ખાતે મેઈનબજાર માં રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સિહોર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ધીરુભાઈ ચૌહાણ, ન.પા વિપક્ષ નેતા કિરણસંગ ઘેલડા,નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, કિશનભાઈ મહેતા,કેતનભાઈ જાની,ઇકબાલભાઈ સૈયદ,સિહોર કોંગ્રેસ ઓબીસી ચેરમેન યુવરાજ રાવ,ચેતનભાઈ ત્રિવેદી, ડી.પી.રાઠોડ,પરેશભાઈ શુક્લ, રાજુ ગોહિલ, છોટુભા રાણા,કમલભાઈ મલુકા,પી.ટી.સોલંકી, જેસંગભાઈ રાઠોડ,ઈશ્વરભાઈ નમસા વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને સ્વ.રાજીવ ગાંધીએ ભારતીય રાજનીતિમાં યુવાનોનું પણ યોગદાન રહે તે માટે ૧૮ વર્ષની ઉંમરના યુવાનોને મતાધિકાર આપ્યો તથા આધુનિક ભારતનું નિર્માણ કર્યું અને વિદેશથી ટેકનોલોજી લાવીને આજે ભારત જે આર્થિક રીતે આગળ વધી રહ્યું છે તે સ્વ.રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિ ને આભારી છે આજે સ્વ.રાજીવજી ને સિહોર કોંગ્રેદે યાદ કરીને તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર…

Previous articleરેલવે સ્ટેશન સામે દરજીની વાડી પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા
Next articleભાવ. જિલ્લાના ૨૨ ગામના સુરત સ્થાયી સમસ્ત સાચપરા પરિવારનું ૧૩મું સ્નેહમિલન યોજાયું