પીએમ મોદીએ લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું

17

૮૦,૨૨૪ કરોડની ૧૪૦૬ પરિયોજનાઓનું ઉદ્ધાટન
(સં. સ. સે.) લખનૌ, તા.૩
પીએમ મોદીએ આજે લખનૌમાં ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની ૩નું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમણે ૮૦,૨૨૪ કરોડ રૂપિયાની ૧૪૦૬ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું. તેમણે ઈન્વેસ્ટર્સ સમિટને સંબોધન પણ કર્યું. પીએમ મોદીએ કહ્યું કે યુપીમાં ૮૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણ સંબંધિત કરાર થયા છે. આ રેકોર્ડ રોકાણ ઉત્તર પ્રદેશમાં રોજગારીની હજારો તકો ઊભી કરશે. જે ભારત ઉપરાંત યુપીની ગ્રોત સ્ટોરી પણ બતાવે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના બાદ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિઓ ઊભી થઈ તે આપણા માટે નવી તકો લઈને આવી છે. આપણે આગળ વધીને કામ કરવાનું છે. તેમણે યુવાઓને આગળ આવીને કામ કરવાની પણ અપીલ કરી. પીએમ મોદીએ કહ્યું કે યુપીની યુવા શક્તિમાં તે સામર્થ્ય છે કે તે તમારા સપના અને સંકલ્પોને નવી ઉડાણ, નવી ઊંચાઈ આપશે. યુપીના યુવાઓો પરિશ્રમ, સામર્થ્ય, સમજ, સમર્પણ, તમારા બધા સપના સંકલ્પોને સિદ્ધ કરશે. હું કાશીનો સાંસદ છું આથી એટલું ઈચ્છીશ કે ક્યારેક સમય કાઢીને મારી કાશી આવીને જુઓ, કાશી ખુબ બદલાઈ ગઈ છે. વિશ્વની એવી નગરી કે જે પોતાના પુરાતન સામર્થ્ય સાથે નવા રંગરૂપમાં સજી શકે છે. તે યુપીની તાકાતનું જીવતું જાગતું ઉદાહરણ છે.

Previous articleકાશ્મીરમાં બે મજૂરો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું
Next articleસરકારી કર્મીઓનો જુલાઈમાં ૪ ટકા ડીએ વધવાની શક્યતા