ભાવનગરમાં વિજ્ઞાન મ્યુઝીયમનું ખાતમુર્હુત

1646

રાજ્ય સરકારે વિજ્ઞાનનગરીના નિર્માણ અર્થે ભાવનગર શહેર પર પસંદગી કળશ ઢોળ્યો છે  રૂા.૮૦ કરોડના ખર્ચે નિર્મીત આ સાઈન્સ મ્યુઝિયમનું ખાતમુર્હુત કેબીનેટ પ્રધાન તથા રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી વચ્ચે નારી ગામ પાસે યોજાયું હતું.

શહેરના પ્રવેશ દ્વાર એવા નારી ગામ પાસે ૨૦ એકર જમીન પર ૧ લાખ સ્કવેર ફીટ બાંધકામ થકી ગુજરાત સરકાર વિજ્ઞાન મ્યુઝિયમનું ૮૦ કરોડના ખર્ચે નિર્માણ કરશે વિજ્ઞાનના તમામ સિધ્ધાંતો બાળકો યુવાનોને સરળતા પૂર્વક  સમજાય અને સાઈન્સ પ્રત્યે અભિરૂચી વધે તેવા આશય સાથે આ મ્યુઝીયમનું નિર્માણ કરવામાં આવશે. આજરોજ કેબીનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા સહિતના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતી વચ્ચે ખાત મુર્હુત સમારોહ યોજવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી સાથે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે દ્રષ્ય નિહાળી શકાય તેવુ શ્રાવ્ય એટલે સાંભળી શકાય તેવુ અને સ્પર્શ એટલે અનુભૂતી કરી શકાય તેવી મુખ્યથીમ આ મ્યુઝિયમના મુખ્ય આકર્ષણ રહેશે મરીન ગેલેરી, ઓટો મોબાઈલ, ગેલેરી, ઈલેકટ્રોમીકેનીક ગેલેરી, બાયોલોજીગેલેરી તથા નોબલ પ્રાઈઝ વિભાગ આ મ્યુઝિયમમાં રહેશે.

આ મ્યુઝિયમ માત્ર શહેર કે રાજ્યનું નહિ દેશનું આગવુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ સોપાનને લઈને ભાવેણાની પશકલગીમાં એક નવુ પીચ્છુ ઉમેરાશે આ આગવા આકર્ષણનું માધ્યમ સૌ પ્રથમ રાજકોટ શહેરને પ્રાપ્ત થવાનું હતું પરંતુ રાજ્યના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના અથાગ પ્રયત્નો થકી ભાવનગરની પસંદગી કરવામાં આવી છે.

Previous articleસરતાનપર ગામે મૃતકોના વારસદારોને મંત્રીના હસ્તે સરકારી સહાયના ચેક અપાયા
Next articleવરસાદ માટે ભાજપ સરકાર દ્વારા ૩૧મીએ રાજ્યભરમાં યજ્ઞ