શહેરમાં ૩ દિવસ ૫ થી ૬ કલાકનો વીજકાપ

74

સોમવારે ૧૧ ફીડર હેઠળના વિસ્તારોમાં, મંગળવારે એક અને બુધવારે ૮ ફીડરના વિસ્તારોને પાવર કાપનો ઝટકો સહન કરવો પડશે, જેટકોએ સોમવારે પાવર કાપ જાહેર કર્યો
ભાવનગરમાં એક પછી એક વીજકાપના ઝટકા આપવામાં આવી રહ્યા છે. ઉનાળાના અંતિમ ચરણમાં પણ વીજ તંત્ર દ્વારા સોમવારથી ત્રણ દિવસ રહેણાંકી, કોમર્શિયલ અને ખેતીવાડી કનેક્શનમાં પાંચથી છ કલાકનો પાવર કાપ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે લાખો લોકોને ગરમીમાં હેરાન-પરેશાન થવું પડશે. પીજીવીસીએલ સિટી-૧ કચેરી દ્વારા વીજ લાઉન ઉપર રિપેરીંગ કામગીરી હાથ ધરાશે. જેના કારણે તા.૨૩-૫ને સોમવારે સવારે ૬-૩૦થી ૧૧-૩૦ કલાક સુધી રૂવા એ.જી. ફીડર, આનંદનગર ફીડર, ગાયત્રીનગર ફીડર, વેજીટેબલ ફીડર, હલુરિયા ફીડર, સુભાષનગર ફીડર, ઉલ્લાસ ફીડર, નવા બંદર ફીડર અને સમર્પણ ફીડરમાં લાઈટ કાપ લાદવામાં આવ્યો છે. જ્યારે તા.૨૪-૫ને મંગળવારે સવારે ૬-૩૦થી ૧૨-૩૦ સુધી ઉદ્યોગનગર ફીડરમાં તેમજ તા.૨૫-૫ને બુધવારે સવારે ૬-૩૦થી ૧૨-૩૦ કલાક દરમિયાન રેડક્રોસ ફીડરમાં અને તા.૨૫-૫ના રોજ સવારે ૬-૩૦થી ૧૧-૩૦ સુધી સાંઈબાબા ફીડર, પોર્ટ કોલોની ફીડર, ફેરી બંદર ફીડર, કણબીવાડ ફીડર, પ્રેસરોડ ન્યુ ફીડર, જમનાકુંડ ફીડર અને વીઆઈપી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.વીજ તંત્ર દ્વારા મોટાભાગના વિસ્તારોને વીજકાપમાં આવરી લેવામાં આવ્યા છે, જેના કારણે આ ત્રણ દિવસમાં હજારો-લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત વરતેજ જેટકો દ્વારા પણ તા.૨૩-૫ને સોમવારે ૬-૩૦થી ૧૧-૩૦ કલાક સુધી ૬૬ કે.વી. બંદર રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા ૧૧ કે.વી. ફીડરો અનિલ સ્ત્રેય, ગાયત્રીનગર, આનંદનગર, ઉલ્લાસ, ક્રિષ્નાનગર, વેજીટેબલ, હલુરિયા, સુભાષનગર, રૂવા, સમર્પણ અને નવાબંદર ફીડરમાં પાવર કાપ જાહેર કરવામાં આવ્યો છે.

Previous articleગારીયાધારમા સરાજાહેર જુગારની બાજી માંડીને બેઠેલા આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લેતી ગારીયાધાર પોલીસ
Next articleભાવનગર જિલ્લાના ચાર શિક્ષકોને શિક્ષણક્ષેત્રે હરિયાણા કુરુક્ષેત્ર ખાતે નેશનલ નવાચારી એવોર્ડ- ૨૦૨૨થી સન્માનિત કરાયા