હજુ ચોમાસાએ કેરળમાં ય દસ્તક દીધી નથી. હવામાન વિભાગે આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરી છે પણ ગુજરાતમાં ભાજપ સરકારને હજુય વિશ્વાસ બેઠો નથી. ભાજપ સરકારને અત્યારથી ચિંતા પેઠી છે કે, જળસંચય યોજના હેઠળ તળાવો તો ઉંડા કરી દીધા પણ વરસાદ જ નહીં પડે તો. પરિણામે ભાજપ સરકાર ભગવાનના શરણું લીધુ છે. સારો વરસાદ પડે તે માટે ૩૧મીએ રાજ્યભરમાં પર્જન્ય યજ્ઞા યોજવા સરકારે નક્કી કર્યુ છે.
સૂત્રો કહે છે કે, ૩૧મીએ સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ યોજનાના સમાપન સમારોહની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપ સરકારે પોતાની સિધ્ધી પ્રજા સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમ યોજીને પક્ષનો પ્રચાર કરવા અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આ કાર્યક્રમમાં રાજ્યમાં સારો વરસાદ પડે તે માટે રાજ્યના ૩૩ જીલ્લાઓ અને ૮ મહાનગરોમાં પર્જન્ય યજ્ઞા યોજી પ્રાર્થના કરવામાં આવનાર છે.
આ વચ્ચે રાજ્ય સરકારે ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરોમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરી છે. આમ રૂપાણી સરકાર પાણી મામલે હવે ભગવાન ભરોસે છે. રાજ્યના કુલ ૪૧ સ્થળોએ આ યજ્ઞ કરવામાં આવશે.આ યજ્ઞમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહેશે.