સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં પ૩ ઠરાવોમાંથી મોટા ભાગના ઠરાવો ચર્ચા બાદ પાસ થયા

750

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીગ કમિટી બેઠક યુવરાજસિંહ ગોહિલના અધ્યક્ષ પદે મળેલ, બેઠકમાં કમિ. ગાંધી, નાય.કમિ.ગોવાણી, સીટી. એન્જી.ચંદારાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં એજન્ડા પરના પ૩ ઠરાવોની ચર્ચા થયેલ, કેટલાંક ઠરાવો ચર્ચા બાદ પરત ધકેલાયા હતા. આજની બેઠકમાં ટી.પી. સ્કીમના મુદ્દે સભ્યોએ વહિવટી અધિ. જોડે લાંબી-લાંબી ચર્ચા કરી હતી, જેના કારણે બેઠકનો ઠીક-ઠીક સમય પસાર થયો હતો.

કુમાર શાહે મહિલા કોલેજથી ક્રેસંટ રોડ ખોદી નંખાતા લોકોને પડતી હાલાકીનો મુદ્દો રજુ કર્યો હતો. તંત્રે કિધુ આ રસ્તો ખાત મૂર્હુત કર્યા વગર શરૂ કરેલ છે. આ વિસ્તાર ટ્રાફીકથી ધમધમે છે, મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે, ઘણા બધા વેપારીઓએ મારી પાસે પણ રજુઆતો કરી છે, તેવી ફરીયાદ નગરસેવક અભયસિંહ ચૌહાણે કરેલ, તેમણે ખેમ પણ કહ્યુ કે, જો રોડ તૈયાર ન થઈ શકે તો બુરી દયો પણ લોકોને હેરાન ન કરો, ૪પ રીંગ રોડની પણ વાત કેવાય. રાજુ પંડયાએ રોડના મોટા કામોના રિપોર્ટો સભ્યોના ધ્યાને મુકો, પબ્લીક લોકોના પ્રશ્નોમાં હરકતો ઉભી ન થાય તે માટે કામમાં થોડી ગતિવિધી રાખોની વાત પંડયાએ જણાવેલ. તેમણે સેવા સદનમાં ડ્રેનેજ રોડ વિગેરે ત્રણ વિભાગોનું સંકલન જ નથીની વાત દોહરાવી.

દબાણોનું કામ સરખી રીતે કરવાની માંગ ઉઠી દબાણ કામ થતુ નથી તેમ નગરસેવક અનિલભાઈ ત્રિવેદીએ જણાવ્યુ, એક જ એજન્સીને વધુ કામની કડવી ફરીયાદ અનિલ ત્રિવેદીએ કરી. ટેન્ડર ખોલ્વા મુદ્દે તંત્રની કોઈ ગાઈડ લાઈન છે ખરી, ન હોય તો ગાઈડ લાઈન બનાવવા ધીરૂભાઈ ધામેલીયાએ રજુઆત કરી., અભયસિંહ ચૌહણે આ એજન્સીને કેટલા કામો ૩પ ટકા દિધાની રજુઆત થઈ. ૧પ કરોડના કામો અને તંત્ર પાસે સાઈડ કિલીપરન્સ નથી અને ચર્ચામાં ભાગ લેતા ચેરમેન યુવરાજસિંહે કિધુ કે, ટેન્ડરો બહાર પાડવાનો કોઈ અર્થ નથી, પૃથ્વી એજન્સીના કેટલા કામોની અનિલ ત્રિવેદીએ બાબત ઉચ્ચારી હતી. રાજુભાઈ પંડયાએ એવો આક્રોસ વ્યકત કર્યો કે, પ૦ કરોડના કામો મંજુર કરવાના હોય છે આના ઉડઉડ જવાબો ન આપો અમારે કોર્પોરેશન ચલાવવાનું છે.

ચેરમેને કિધુ કે, કોઈ પણ કામ ગોબરૂ ન કરો કામ કરો તો સારૂ કામ કરો અધુરા ઠરાવો કમિટીમાં નો મોકલતા ર૧ મીટરમાં આજ હોળી છે. પંડયાએ વચ્ચે પડતા કહ્યુ કે, સાઈડ કિલીયર હોય તેવા કામોનેજ મંજુરી આપો ભલે પડયા રહે. ભાવનગર કોર્પોરેશ સ્વાયત સંસ્થા છે, બધુ કરી શકે છે, તેવી ટકો પણ પંડયાએ કરી હતી. અમારા પ્રશ્નોમાં પણ ચેરમેન કક્ષાએથી તંત્રને કેવુ પડે તે વ્યાજબી ન કેવાય. ધીરૂભાઈ ધામેલીયાએ મુલ્યાંકન કમિટી શું છે, તેનો જવાબ માગ્યો હતો, ધીરૂભાઈએ તરસમીયા ટીપી સ્કીમ મુદ્દે પણ જરૂરી ચર્ચા કરી. ટીપી સ્કીમના એક મુદ્દે અભયસિંહ ચૌહાણે અને ધીરૂભાઈ ધામેલીયાએ ઠરાવ ફાઈલની વિગતે ચકાસણી કરી હતી. આવા ગુંચવાડા ભરી ફાઈલ મુદ્દે અનિલ ત્રિવેદીએ કિધુ કે, આપણે રજુઆત કરીએ ત્યારે આપણને કેવાનું તંત્ર શું કરે છે.

જોકે ટીપી સ્કીમના આ મુદ્દે રાણા સહિત અનેક અધિકારીઓએ સભ્યો ન ફાઈલમાં લખાયેલી વિગતનુ ઠીક-ઠીક સમય સુધી લેસન કરાવ્યું હતુ અને સભ્યોને જુદી-જુદી વાતે સમજાવવાની અધિકારીઓએ કોશીશ કરી હતી. આ મુદ્દે કેટલીક બાબતોમાં કમિશ્નરે પણ દરમ્યાનગીરી કરી હતી અને માંડ માંડ સભ્યોને રજુઆત કરતા રોકયા હતા.

ચૌહાણે કંટાળો અનુભવી એમ કિધુ કે, આપણે આવુ કેમ ચલાવવાનું ચલાવો, સીટી એન્જીનીયર રાણાએ વોટર પોલીસી પાણીના ટીપે ટીપાના બચાવાની વાત કરેલ. આજની બેઠકમાં સભ્યોએ વહિવટી તંત્રની ક્ષતિઓ સામે નિર્દેશો કર્યો હતા, કમિટી ચીલા ચાલુ હતી. તેમાં સભ્યોની રજુઆત વધુ પડતી થવા પામેલ.

Previous articleબુધેલ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ
Next articleસાળંગપુર હનુમાનજીના ૧૭૦માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી