પુલવામામાં સુરક્ષાદળોની ટીમ પર આતંકવાદી હુમલો : એક જવાન શહીદ

8

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં એક પોસ્ટ પર ચેકિંગ દરમિયાન આતંકીઓનું સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ
પુલવામા, તા.૧૭
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે. અહીં ગોંગૂ ક્રોસિંગ વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ ચેકપોસ્ટ પર તપાસ કરી રહી હતી. ત્યારે આતંકીઓએ પેટ્રોલ પાર્ટી પર ફાયરિંગ શરૂ કરી દીધુ. આ હુમલામાં સીઆરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ કુમાર ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું નિધન થયુ હતું. આ વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એએસઆઈ વિનોદ કુમાર આ આતંકી હુમલામાં શહીદ થયા છે. પાંચ દિવસ પહેલા જ શ્રીનગરની લાલ બજારમાં ચેક પોસ્ટ પર આતંકીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એએસઆઈ મુશ્તાક અહમદ શહીદ થયા હતા. આ વર્ષે અલગ-અલગ જગ્યાઓ પર આતંકી હુમલામાં ૯ પોલીસકર્મી શહીદ થઈ ચુક્યા છે. ૧૧ જુલાઈએ પુલવામામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર કૈસર કોકા પણ સામેલ હતા. કોકા ઘણી આતંકી ઘટનાઓના મામલામાં વોન્ટેડ હતો. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ૧૨૫ આતંકીઓને ઢેર કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૪ આતંકી પાકિસ્તાની હતી. જૂન મહિનામાં ૩૪ આતંકીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર જમ્મુ-કાશ્મીરમાં હજુ ૧૪૧ સક્રિય આતંકી છે, જેમાંથી ૮૨ વિદેશી છે. રિપોર્ટનું કહેવું છે કે આતંકી સંગઠન આ સમયે જમ્મુ-કાશ્મીરમાં નાના અને આધુનિક હથિયારોને દાખલ કરવામાં લાગ્યા છે. હાલમાં થયેલા એનકાઉન્ટરમાં આ પ્રકારના હથિયાર જપ્ત થયા છે.

Previous articleમાર્ગરેટ અલ્વા સંયુક્ત વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Next articleભાલના ૮ ગામડાઓની ૧૨ થી વધુ શાળાઓમાં ૧,૪૪૦ થી વધુ બાળકોની આરોગ્ય તપાસ