ધુમ્મસ-ઠંડીના લીધે દેશમાં જનજીવન ઠપ્પ

513

દેશના ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. આ રાજ્યોમાં લઘુતમ તાપમાન છેલ્લા બે સપ્તાહમાં સામાન્ય કરતા નીચે પહોંચી ગયુ છે. તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. પંજાબના અમૃતસર અને આદમપુરમાં પારો શુન્યથી નીચે પહોંચીને ૦.૪ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જમ્મુ કાશ્મીરનાના પાટનગર શહેર શ્રીનગરમાં ૧૧ વર્ષમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. અહીં લઘુતમ તાપમાન માઇનસ ૬.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયુ છે. વિશ્વ પ્રસિદ્ધ દાવ લેકમાં બરફ જામી ગઇ છે. કેટલાક નિવાસ વિસ્તારોમાં પાણીના નળમાં પાણી જામી જતા મુશ્કેલી સર્જાઇ ગઇ છે. હાલમાં જમ્મુ કાશ્મીર અને અન્ય ભાગોમાં પારો નીચે રહી શકે છે. પંજાબ અને હરિયાણામાં પણ ધુમ્મસના કારણે વિજિબિલિટી ઘટી ગઇ છે.  ઠંડીની સાથે સાથે ધુમ્મસની ચાદર ચારેબાજુ ફેલાઇ જવાના કારણે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. દિલ્હીમાં વિમાનીમથકે તમામ ફ્લાઇટોને એક કલાક સુધી રોકી દેવાની ફરજ પડી હતી. આજે સવારે લોકો કલાકો સુધી અટવાઇ ગયા હતા. ધુમ્મસના કારણે ફ્લાઇટોને રોકી દેવામાં આવી હતી.

રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં ઠંડી વધી રહી છે. તાપમાનમાં જોરદાર ઘટાડો થઇ શકે છે. ધુમ્મસના કારણે હાલમાં અકસ્માતનો સિલસિલો પણ વધી ગયો છે. ઉત્તરભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસ વચ્ચે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. અનેક જગ્યાઓએ માઇનસમાં તાપમાન છે જેમાં જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારો, હિમાચલ પ્રદેશના અનેક ભાગોનો પણ સમાવેશ થાય છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ધુમ્મસની ચાદર પણ ફેલાઇ ગઇ છે. જેના કારણે સવારમાં વાહન વ્યવહારને માઠી અસર થઇ રહી છે. અકસ્માતનો ખતરો વધી ગયો છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં ચેલ્લાઇ કાલાના નામથી જાણીતા ઠંડીના સૌથી ખતરનાક ગાળાની શરૂઆત થઇ ગઇ છે. દિલ્હીમાં પણ હાડ થિજવતી ઠંડી પડી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ચિલ્લાઇ કલાનો ગાળો થરૂ થયા બાદ હવે આ ગાળો ૩૧મી જાન્યઆરી સુધી જારી રહેશે. કાશ્મીરમાં તો આ ગાળો આના કરતા પણ વધારે સમય સુધી રહી શકે છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અન્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બનેલી છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. કાતિલ ઠંડીના કારણે  હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં જનજીવન પર અસર થઇ છે. ધુમ્મસના કારણે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં માઇનસમાં તાપમાન છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે વધારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.તાપમાનમાં હાલ નજીવા ફેરફારની સ્થિતી રહી શકે છે.

Previous articleમોદી, રામનાથ કોવિંદ વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી
Next articleબઘેલ સરકારની કેબિનેટમાં નવ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા