ડાયમંડ ચોક વિસ્તારમાં આતંક મચાવનાર શખ્સને રૂવાથી ઝડપ્યો

2144

શહેરના ડાયમંડ ચોક વિસ્તારમાં સાત દિવસ પૂર્વે સાંજના સુમારે જાહેરમાં ગાળો બોલી આતંક મચાવનાર શખ્સને શહેર કોંગ્રેસ પ્રમુખે ટપારતા તેને છરી મારી દેવાની ધમકી આપી હતી. જે બાબતે પ્રમુખે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ આધારે આતંક મચાવનાર ભરવાડ શખ્સને રૂવા ગામેથી ઝડપી લઈ ધોરણસરની અટક કરી જાહેરમાં સરઘસ કાઢી ઉઠક-બેઠક કરાવી હતી. જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

ગઇ તા.૨૧/૦૫ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ભાવનગર શહેર ક્રોંગેસ પ્રમુખ રાજેશભાઇ જોષીની ડાયમંડ ચોકમાં આવેલ ઓફીસ પાસે બે ઇસમે એકટીવા મો.સા સાથે આવી જેમ ફાવે તેમ ગાળો બોલતા હોય જેથી રાજેશભાઇ જોષીએ ગાળો બોલવાની ના પાડતા એકટીવા ચાલક લખન ભરવાડ ઉશ્કેરાઇ જઇ  ગાળો આપી છરી મારી દેવાની ધમકી આપી જતો રહેલ હોય જે અંગે ઘોઘારોડ પો.સ્ટે.માં રાજેશભાઇએ ફરીયાદ આપતા જે આરોપીઓને પકડી પાડવા ભાવનગર પોલીસ અધિક્ષક માલ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને ઘોઘારોડ પો.ઇન્સ ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ઘોઘારોડ પો.સ્ટે. ના પો.સબ. ઇન્સ વાય.એમ. ચુડાસમા, એ.એસ.આઇ  એમ.એમ. મુનશી, પો.કોન્સ કિર્તીસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ચુડાસમા, ઘનશ્યામભાઇ ગોહિલ, ચિંતનભાઇ મકવાણાએ આ કામના આરોપી લખન કલાભાઇ રાઠોડ રહે.જુની માણેકવાડી ભાવનગરવાળાને ખાનગી બાતમી હકિકત આધારે રૂવા ગામ રવેચી માતાના મંદિર પાસેથી ઝડપી લેઇ ધોરણસર અટક કરેલ અને ડાયમંડ ચોક વિસ્તારમાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ઉઠક-બેઠક કરાવી હતી ત્યારે આરોપીને નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

Previous articleરીક્ષા ચાલક ભારે અઘરો : ટ્રાફીક પોલીસે મારેલ લોક ચોરી કરી ગયો
Next articleમહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક યોજાઈ