ગાંધીનગર જિલ્લાને પ્લાસ્ટિક મુકત અને સ્વચ્છ બનાવવા આઠ સ્થળોએ સફાઇ ઝુંબેશ

1218

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહનો પ્રારંભ કરીને ગાંધીનગર શહેર, ગુડા, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, કલોલ – માણસા – દહેગામ અને પેથાપુર ચાર નગર પાલિકાઓ તથા પસંદ થયેલા રાંધેજા અને પાનસર ગામ સહિત સમગ્ર જિલ્લામાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

ગાંધીનગર મહાનગર પાલિકાનાં નાયબ મ્યુનિસીપલ કમિશ્નર ડી.જે. બારૈયાએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેરનાં ચાર એન્ટ્રી પોઇન્ટ, રક્ષા શકિત યુનિર્વસીટી સર્કલ, જ – ૭ વિમાન સર્કલ, પેથાપુર ચરેડી પાણીની ટાંકી, ક – ૭ વાસણીયા મહાદેવ ખાતે સફાઇ કામદારો, એન.એસ.એસ. અને એન.સી. સી.ના વિધ્યાર્થીઓ, એન.જી.ઓ. અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત સેકટર – ૨૮, સેકટર – ૨૧ અને સેકટર – ૭ શાક માર્કેટ અને ઇન્ફોસીટી ખાતે વોર્ડ વાઇઝ રેલીના કાર્યક્રમો હાથ ધરીને સ્વચ્છતા અંગે લોક જાગૃતિ માટે પ્રચાર – પ્રસારનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવીણભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર  એસ. એલ. અમરાણી સહિત કોર્પેારેટર આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતાં.

જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ રાંધેજા અને પાનસર ગામે સ્વચ્છતા અભિયાન અંગે મુલાકાત લઇને સ્વચ્છતા અભિયાન અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. ચાર નગર પાલિકાઓ દ્વારા પર્યાવરણ અને સ્વચ્છતા અંગે  જન જાગુતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પદાધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી સમુહ સફાઇ ઝુંબેશમાં જોડાઇને  સ્વચ્છતા અંગે શપથ લીધા હતાં.

જિલ્લા કલેકટર એસ. કે. લાંગાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર જિલ્લામાંહાથ ધરેલ સ્વચ્છતા અભિયાન અને જન જાગૃતિનાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોની કામગીરીને બિરદાવી હતી. ગાંધીનગર પાટનગર સહિત સમગ્ર જિલ્લાને પ્લાસ્ટિક મુકત બનાવીને પ્રદુષણ નિવારવાની દિશામાં શ્રેષ્ઠ કામગીરી કરવા અંગે જણાવ્યું છે.

સમગ્ર સપ્તાહ દરમ્યાન ગાંધીનગર જિલ્લામાં પ્લાસ્ટિક સહિતનો કચરો ઉપાડી લઇને લોક સહયોગ દ્વારા પ્રાપ્ત કરેલ સ્વચ્છતા કાયમ માટે જળવાઇ રહે તેવી અપીલ કરી છે. ગાંધીનગર જિલ્લાનાં નાગરિકો, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓ પણ એક સામાજીક અભિયાન દ્વારા જાગૃતિ કેળવીને આવનારી પેઢીને વધુ સારૂ જીવન અને પર્યાવરણ આપવા આહવાન કર્યુ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવાની રાજ્ય સરકાર ની ઝુંબેશ સાથે બીબીએના વિદ્યાર્થીઓ અગ્રેસર