મહાનગર પાલિકા દ્વારા ઘ-૦ થી ખ-૦ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ઘરાયું

1835

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ-૨૦૧૮ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના ઘ-૦ થી ખ-૦ વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગાંધીનગર મહાનગર પાલિકાના સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન  મનુભાઇ પટેલ, ડેપ્યુટી કમિશનર જે.બી.બારૈયા, કોર્પોરેટર નરેશભાઇ પરમાર વગેરે મહાનુભાવો આ સફાઇ ઝુંબેશમાં જોડાયા હતા. તેમની સાથે નગરજનો પણ જોડાયા હતા.

તે ઉપરાંત પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રીફ્યુસ, રિયુઝ, રીડયુસ, રિસાઇકલ વિષય પર વર્કશોપનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ઉપસ્થિત વિવિધ નાના- મોટા ૫૦ જેટલા વેપારીઓને પ્લાસ્ટિકનો વપરાશ કેમ બંધ કરવો તે સમજ આપી હતી. તેમજ ઇકોફ્રેન્ડલી ચીજ વસ્તુઓ વિશે ઉંડાપૂર્વક માહિતી આપી હતી. તેના વપરાશથી શું ફાયદા થાય છે. તેની સમજ પણ વિસ્તૃત આપી હતી.

Previous articleમુંદ્રાથી ઇજિપ્ત મોકલવાનું ૮૦ લાખનું ભેળસેળિયું જીરું ઝડપાયુ
Next articleવિશ્વ યોગ દિવસ ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી