અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ધ્વારા ૭ જુલાઈએ ગાંધીનગરમાં ગોળમેજી સંમેલન

1353

સમગ્ર દેશમાં સમાનતાના અધિકાર,ગૌરવ-પ્રતિષ્ઠા તેમજ સુરક્ષા સહિતના પ્રશ્નોના નિરાકરણ સાથે રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયા માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ધ્વારા ગોળમેજ સંમેલનનું આગામી ૭ જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમગ્ર દેશભરમાંથી રાજવીઓ સહીત વિવિધ ક્ષેત્રમાં નોધપાત્ર યોગદાન આપી રહેલા આગેવાનો સહીત સમાજના ૨૫૦ જેટલા સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના અધ્યક્ષ કુંવર અજયસિંહે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, અત્યારે દેશની એકતા સામે ભય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી દેશવ્યાપી રાષ્ટ્રીય સંગઠન બનાવવાના હેતુથી આ ગોળમેજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજપુતો દ્વારા રાષ્ટ્રીય કક્ષાાએ સંગઠન રચી ૩પ ટકા અનામત માંગવામાં આવશે. જે સત્તાધીસો દેશના લોકો તેમજ બહેન-દીકરીઓની રક્ષા કરવા માટે સક્ષમ ના હોય તે ગંભીર બાબત હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, દુષ્કર્મ સહીત કાશ્મીરમાં સેના સામે પથ્થરબાજી જેવી ઘટનાઓ પીડાજનક છે. તેમણે ક્ષત્રિયોએ રાજવી પરંપરા સાથે જમીન, પ્રાકૃતિક સંશાધનો તેમજ સત્તાના આપેલા ત્યાગ-બલિદાનને યાદ કરતા તે વખતે થયેલી સમજુતી પ્રમાણે ક્ષત્રિયોને ૩૫ ટકા અનામત આપવા માંગ કરી છે.

આ ઉપરાંત ક્ષત્રિય ઉત્થાન આયોગ તેમજ ગ્રામ સભાથી લઇ વિધાનસભા સુધી ક્ષત્રિય કલ્યાણ બોર્ડની રચના કરવા માટે ભારત સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, પાટીદારોને પણ અનામત માગવાનો અધિકાર છે.

આ પ્રસંગે આ મહાસભાના કોર્ડીનેટર રાણાસિંહજીએ જણાવ્યું હતું કે, આ હેતુ માટે સમાગ દેશના પાટનગરમાં આ ગોળમેજી બેઠકો યોજવામાં આવી રહી છે.જયારે ગાંધીનગર જીલ્લા રાજપૂત સમાજના પ્રમુખશ્રી શંકરસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ સંમેલન અંગે રાજ્યના મંડળ સાથે સંકલન કરી કારોબારી બેઠકમાં તમામ પ્રકારનો સહયોગ આપવા માટે નિર્ણય કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, સંગઠિત થઈને સંસદ બનાવી પરિણામ મેળવવમાં આવશે.

Previous articleબે ગાડી અને ૮.૩ર લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે આરોપી ઝડપાયો
Next article‘ફુડ ટેસ્ટીંગ મોબાઈલ લેબોરેટરી વાન’નું નિતિનભાઈના હસ્તે લોકાર્પણ