મુસ્લિમ યુવકે તલવારના ઘા ઝીકી કરી પટેલ યુવકની હત્યા

1656

કલોલ અને તેની આસપાસના વિસ્તારોમાં હિન્દુ તથા મુસ્લિમો વચ્ચે જૂથ અથડામણના બનાવો બનતા રહે છે, ત્યારે રવિવારે મોડી રાત્રે કલોલની પાસે આવેલા છત્રાલ ગામમાં મુસ્લિમ યુવકે જૂની અંગત અદાવત રાખીને તલવારના ઘા ઝીંકી પટેલ યુવકી ઘાતકી હત્યા કરી છે. મુસ્લિમ યુવકે પટેલ યુવકને શરીર તેમજ મોઢાના ભાગે તલવાર વડે હુમલો કરીને યુવકની હત્યા કરી છે.

હત્યા થવાને કારણે પોલીસે છત્રાલ તથા કલોલના સિદબાદ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઘટના સ્થળ પર ડ્ઢરૂજીઁ સહિતના પોલીસ અધિકારીઓ પોહચ્યા છે. કલોલ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મુસ્લિમ સામાજના યુવક દ્વારા હિન્દુ યુવકની હત્યા કરવાથી હિન્દુ સમાજ દ્વારા સમગ્ર કલોલ તેમજ છત્રાલ સ્વયંભુ બંધ રાખીને હત્યારાને વહેલી તકે ધરપકડ કરી આકરી સજાની માંગણી કરી છે.

આજે કલોલ તાલુકામાં બંધનું એલાન છે, જેનું કારણ ગઈકાલે પટેલ પરિવારના યુવકની કરાયેલી કરપીણ હત્યા છે. કલોલમાં મોડી રાત્રે અશોક પટેલ નામના એક યુવકની હત્યા કરાઈ હતી, જેને પગલે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા બંધનું એલાન અપાયું હતું.

કલોલના છત્રાલ ગામે મોડી રાત્રે એક યુવકની હત્યા કરાઈ છે. અજાણ્યા શખ્સોએ અશોક પટેલ નામના યુવકની હત્યા કરી હતી. તલવારના ઘા ઝીંકીને યુવકની કરપીણ હત્યા કરાઈ હતી. જેના બાદ સમગ્ર કલોલમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેના મૃતદેહને કલોલ સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો, ત્યારે મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા કલોલ સિવિલમાં ઉમટી પડ્‌યા હતા. આ કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો.

આ હત્યા અંગત અદાવતને કારણે કરાઈ હોવાની આશંકા તેના પરિવારજનોને છે. તેથી સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આજે કલોલ બંધ અને ધરણાં કાર્યક્રમનું એલાન અપાયું છે. હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી ધરણાં કાર્યક્રમ ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું.

Previous articleજિલ્લા પંચાયત પ્રમુખે પદભાર સંભાળ્યો  કોંગ્રેસની પટેલોને લોલીપોપથી નારાજગી
Next articleબહુચરાજી શક્ત મંડળને રાસ-ગરબામાં એવોર્ડ