ડેવલોપીંગ ઇન્ટર-પર્સનલ સ્કીલ બાબતે વર્કશોપનું આયોજન

1158

ગાંધીનગરની કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીએ) દ્વિતીય વર્ષના ૧૪૧ વિદ્યાર્થીઓ માટે તેમની સફળ કારકિર્દી ના ઘડતર માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ વક્તા શીઝલ શાહ દ્વારા વિદ્યાર્થીઓને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કોલેજ તરફથી પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા મુખ્યવક્તા ને આવકારવા માં આવ્યા હતા.તેમજ તેમનો પરિચય આપ્યો હતો. જે આજે પ્રોફેશનલ ટ્રેનર તરીકે કોર્પોરેટ જગતના લોકોને પણ તાલીમ આપે છે.તન્ના સાહેબ દ્વારા સાંપ્રત વિષય પર વિદ્યાર્થીઓને પ્રાથમિક માહિતી આપી વર્કશોપ માટે સજ્જ કર્યા હતા.તેમજ કોલેજની આગામી દિવસોની પ્રવૃત્તિઓ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી.વક્તા દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ના ઘડતર માટે પહેલા આંતરિક રીતે વ્યક્તિ નો વિકાસ થાય તેમજ તે પોતાના ધ્યેયને પામવા કઈરીતે અગ્રેસર થઈ શકેતે બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી. એક્સપર્ટ સેશનમાં વિદ્યાર્થીઓને કમ્યુનિકેશન વિષય પર ઊંડાણ પૂર્વક માર્ગદશન આપ્યું હતું. જે અન્વયે  ૭ઝ્ર બાબતે વિદ્યાર્થીઓ ને રસપ્રદ સમજ આપવામાં આવી હતી.

વર્બલ નોનવર્બલ કમ્યુનિકેશન તેમજ કમ્યુનીકેશન માં આવતા વિવિધ બેરીયેર્સ સમજાવવા માં આવ્યા હતા. સાથેસાથે કમ્યુનિકેશન મજબુત કરવા બાબતે ગેમ રમાડવા માં આવી હતી. તેમણે પોતાના જીવનમાં આવેલા અભ્યાસ દરમ્યાન અને કારકિર્દી દરમ્યાન ના સંઘર્ષ બાબતે પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓ ને યોગ્ય કારકિર્દી ના ઘડતર માં તેઓનો અનુભવ ઉપયોગ થઇ શકે. વિદ્યાર્થીઓને માર્કેટિંગ ફાયનાન્સ કે એચ.આર.માં કારકિર્દી ઘડવા માટે પહેલા થી જે તે ક્ષેત્ર માટે પુરતી સમજ કેળવવી જોઈએ. તેમજ તેમને જેમાં રૂચી હોય તેમાં આગળ વધવું જોઈ એ બીજાની સફળતા કે સલાહ મુજબ પોતે પણ શ્રેષ્ઠ કારકિર્દી નું ઘડતર કરશે તેમ સમજવા ના બદલે પોતાની આંતરિક શક્તિ ને ઓળખી મેનેજમેન્ટના ઉપરોક્ત જણાવેલા કોઈપણ ક્ષેત્રને પસંદગી કરવી જોઈએ.

વધુમાં તેમને જણાવ્યું કે મેનેજમેન્ટ ના ક્ષેત્રમાં ખુબ  ઉજવવળ તકો છે. પરંતુ વિદ્યાર્થી ને પોતાની રૂચી તેમજ તેની આવડત ને આધારે કારકિર્દી ઘડતરનો મહત્વ નો નિર્ણય લેવો જોઈએ. સાથેસાથે વિદ્યાર્થીઓને ઈન્ટરવ્યું માટેની તૈયારી બાબતે પણ ખુબ ઉપયોગી માર્ગદશન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ની બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ ને પ્લેસમેન્ટ તેમજ ઇન્ટર્નશીપ બાબતે વર્ષપર્યંત પ્રયત્નશીલ રહે છે.વિદ્યાર્થીઓ એ તેમના અભિપ્રાય માં જણાવ્યું હતું કે આ વર્કશોપ તેઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

સમગ્ર વર્કશોપ નું સફળતાપૂર્વક આયોજન કોલેજ નાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના, પ્રો. શીતલ પટેલ, પ્રો. જાનકી દવે દ્વારા સફળતા પૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું.

Previous articleરથયાત્રા રૂટનું SP દ્વારા નિરક્ષણ
Next articleઆપણું ફાઉન્ડેશન દ્વારા સમર ડે ની ઉજવણી કરાઈ