નવાકોર્ટ બિલ્ડીંગ માટે શહેર બહાર જગ્યા ફાળવવા માંગ

999

ભાવનગર વકીલ મંડળ દ્વારા શહેર બહાર અદ્યતન કોર્ટ સંકુલના નવ નિર્માણ અર્થે સરકારી પડતર જમીન ફાળવવા જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.

નવી દિલ્હી સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત હાઈકોર્ટના આદેશ તથા નિતી મુજબ દેશમાં આવેલ તમામ ન્યાયલયો અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

રાજ્યના તમામ જિલ્લાઓ તથા તાલુકા મથકે પણ આવેલ કોર્ટ સંકુલો પણ નવા બનાવવામાં આવ્યા છે.

પરંતુ ભાવનગર શહેરમાં નવા અદ્યતન કોર્ટ બિલ્ડીંગની તાતી જરૂરીયાત હોવા છતાં આજદિન સુધી સરકારે વિચાર સુધ્ધા નથી કર્યો જે અંગે ભાવનગર વકીલ મંડળ દ્વારા શહેરથી થોડે દુર સિદસર ગામે આવેલ સર્વે નં.૨૩ ટીપી સ્કીમ નં.-૬ એફ પી ૮ સરકારી પડતર જમીન ફાળવવા માંગ કરી છે.

Previous articleભાવેણાની માસુમ બાળા પૂર્વાનાં સ્વાસ્થ્ય માટે રાજુલામાં હનુમાન ચાલીસા પાઠ કરાયા
Next articleસિહોર પંથકમાં વરસાદ, લોકોમાં આનંદ