ભાવેણાની માસુમ બાળા પૂર્વાનાં સ્વાસ્થ્ય માટે રાજુલામાં હનુમાન ચાલીસા પાઠ કરાયા

1100

થોડાક દિવસ પહેલાં ભાવ નગર ખાતે રહેતા પ્રકાશ ભાઈ દવે ની માત્ર ચાર વર્ષ ની માસૂમ દિકરી પૂર્વા જે રમત રમત માં પડી જતા ગમ્ભીર ઇજાઓ થતાં હાલ હોસ્પિટલ ના બિછાને પડી છે ત્યારે તેમના પિતા એવા પ્રકાશ ભાઇ દવે મધ્યમ વર્ગ માં થી આવતા હોવા થી તેમના દ્વારા સર્જરી ના ખર્ચ લાખો રૂપિયા થતો હોવા થી  ચૂકવી આ પરિવાર માટે મુશ્કિલ બન્યું છે.

હાલ  પૂર્વા માટે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્ય ભર માંથી માનવતા નો સાદ પડ્યો છે અને ખુદ ગુજરાતી ફિલ્મ અભિનેતા એવા હિતેન કુમાર પણ  પૂર્વા ને મદદ રૂપ થવા  સોશિયલ મીડિયા દ્વારા લોકો ને જણાવી રહ્યા છે

તેવા માં ગુજરાતી કહેવત  “કાઠિયાવાડ માં કોક દી ભૂલો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવું શામળા” તે સાર્થક કરી બતાવ્યું રાજુલા વાસીઓ યે રાજુલા ખાતે ગત શનિવાર ના રોજ બાપાસીતારામ મઢુલી મીરાં નગર ખાતે ચી. પૂર્વાના સ્વાસ્થ્ય માટે હનુમાન ચાલીસા અને પ્રાર્થના નું આયોજન રાજુલા ના સેવા ભાવિ યુવાન સાગર ભાઈ સરવૈયા અને ભાવેશ ભાઈ જાની દ્વારા કરવા માં આવ્યું હતું તેમાં લોકો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહી ને પૂર્વા જલ્દી સાજી થાય તે માટે હનુમાન ચાલીસા ના પાઠ અને પ્રાથના કરવા માં આવી હતી તેમજ અહીં લોકો દ્વારા ફાળો રૂપી ૪૦હજાર જેટલી રકમ એકત્રિત કરી ને પૂર્વા ની સારવાર અર્થે  પ્રકાશ ભાઈ દવે સુધી બેંક ના માધ્યમ થી પહોંચતી કરી હતી.

Previous articleનિર્દોષાનંદ હોસ્પિટલમાં રવિવારે ૧ર૭૬ દર્દીઓની રેકોર્ડ ઓપીડી
Next articleનવાકોર્ટ બિલ્ડીંગ માટે શહેર બહાર જગ્યા ફાળવવા માંગ